________________
૬૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૨) “બુદ્ધ' – આત્મા બોધસ્વરૂપ - જ્ઞાનસ્વરૂપ છે. તે લોકાલોકમાં રહેલા સર્વ રૂપીઅરૂપી પદાર્થો, તેના સમસ્ત ગુણો તથા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળની તેની પર્યાયો યુગપતુ પ્રત્યક્ષ જાણી શકે એવી પૂર્ણ, પવિત્ર અને સ્વાધીન જ્ઞાનશક્તિનો ધારક છે. આત્મા ઇન્દ્રિય અને મનની સહાય વિના સર્વને જાણવા સમર્થ એવા અનંત જ્ઞાનનો ધારક છે.
આત્માના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યદળમાં અનંત શક્તિઓ રહેલી છે. અમૂર્તિક આત્માની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે જ્ઞાનશક્તિ. આત્માની જ્ઞાનશક્તિની એવી નિર્મળતા છે કે તેમાં લોકાલોકના સર્વ પદાર્થો તેની ત્રણે કાળની પર્યાયો સહિત પ્રતિબિંબિત થઈ શકે છે. સ્વનું અને પરપદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું જ જાણી શકે એવી જ્ઞાનની સમર્થતા છે. જ્ઞાન પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહીને પરપદાર્થને જાણે છે, અર્થાત્ જ્ઞાન સ્વક્ષેત્રથી - આત્મપ્રદેશોથી ભિન્ન પડીને, પદાર્થને જાણવા માટે પરપદાર્થમાં જતું નથી કે પરપદાર્થ જ્ઞાનમાં પેસી જતા નથી. જેમ નેત્ર દશ્યમાન પદાર્થોથી અત્યંત ભિન્ન રહીને તેને જુએ છે, તેમ જ્ઞાન પણ શેય પદાર્થથી અત્યંત ભિન્ન રહીને જાણવાનું કાર્ય કરે છે. વિશ્વમાં અનંતાનંત જોય પદાર્થો છે અને તે જ વિશ્વમાં રહેલો આ આત્મા સમસ્ત જ્ઞયોને, અર્થાતુ લોકાલોકને પોતાની જ્ઞાનપ્રભા વડે જાણી શકે છે; તેથી એમ કહેવાય છે કે આત્મા અને આત્માનું જ્ઞાન અને સર્વવ્યાપી છે. આ તો વ્યવહારભાષા જ છે. નિશ્ચયથી તો આત્મા અને તેનું જ્ઞાન પોતાના અસંખ્યાત પ્રદેશરૂપ સ્વક્ષેત્રમાં જ રહેલાં છે, તે શેય પદાર્થોમાં પેસી ગયાં જ નથી.
જ્ઞાનમાં જણાતું પરપદાર્થનું પરિણમન તે જ્ઞાનની અવસ્થા છે. દર્પણમાં મયૂરનું પ્રતિબિંબ પડે છે. રંગબેરંગી મયૂરનું પ્રતિબિંબ એવું જ રંગબેરંગી દેખાય છે. તો શું આ પ્રતિબિંબ મયૂરની અવસ્થા થઈ? ના, એ મયૂરની અવસ્થા નથી. મયૂરની અવસ્થા મયૂરમાં છે, તેનું જે પ્રતિબિંબ છે તે દર્પણની અવસ્થા છે. તે અવસ્થા દર્પણમાં જ થઈ છે. મયૂર તો તેનાથી ભિન્ન છે. પરંતુ કાર્યમાં કારણનો ઉપચાર કરીને વ્યવહારમાં એમ કહેવાય છે કે મયૂર દર્પણમાં છે. મયૂર નિમિત્તકારણ છે અને તેનું પ્રતિબિંબ નૈમિત્તિક કાર્ય છે. તે જ પ્રમાણે જ્ઞાનની નિર્મળતાના કારણે, પદાર્થોના શેયાકારોના નિમિત્તે, જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ નૈમિત્તિક કાર્ય થાય છે. તે જ્ઞાનની જ અવસ્થા છે. પદાર્થોના શેયાકારો કાંઈ જ્ઞાનમાં પેસી ગયા નથી, પણ કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ કહેવાય છે કે પદાર્થો જ્ઞાનમાં છે. આ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો ય અને જ્ઞાન ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલાં છે. શેય પદાર્થો જ્ઞાનમાં પેસતા જ નથી. જ્ઞાન ગુણની પર્યાય પોતાની યોગ્યતાથી અને સ્વતંત્રતાથી પરિણમે છે.
જેમની જ્ઞાનશક્તિ પર્યાયમાં સોળે કળાએ, સંપૂર્ણપણે ખીલી ઊઠી છે એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org