________________
ગાથા-૧૧૭
૬૦૯ સર્વજ્ઞદેવ, સમસ્ત શેય પદાર્થોનું જ્ઞાન કરવા છતાં એક પણ પરપદાર્થને ગ્રહણ કરતા નથી, તેને છોડતા નથી કે તે રૂપે પરિણમતા નથી. વળી, પર્યાયમાં જ્ઞાનની સંપૂર્ણ નિર્મળતા પ્રગટે છે, ત્યારપછી જ્ઞાન એક શેયમાંથી બીજામાં કે બીજામાંથી ત્રીજામાં પલટાતું નથી. સર્વજ્ઞનું જ્ઞાન સમસ્ત જોયોને એકસાથે જાણે છે. સર્વ શેયો તેમના જ્ઞાનમાં એકસાથે ઝળકે છે. સમસ્ત પદાર્થોનું યથાર્થ સ્વરૂપ તેમના જ્ઞાનમાં જણાય છે.
જ્ઞાનનું સંપૂર્ણ સામર્થ્ય જ્યારે પર્યાયમાં પ્રગટે છે ત્યારે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ અને તેના અતિ સૂક્ષ્મ ભાવોને જાણી શકવાનું સામર્થ્ય ધરાવે છે. જેમ કે એક સમયનું જ્ઞાન કરવું, એક પુગલપરમાણુનું જ્ઞાન કરવું, એક પ્રદેશનું જ્ઞાન કરવું તથા સમસ્ત જીવરાશિના અધ્યવસાય જે અતિ સૂક્ષ્મ હોય છે તે બધાને એકસાથે જાણી લેવા એવી જ્ઞાનની સ્વચ્છતા છે.
કર્મના ઉદયમાં એકરૂપ થવાથી રાગ-દ્વેષની મલિનતાના કારણે પર્યાયમાં સ્વચ્છતા પ્રગટી શકતી નથી. જીવ જો શાકભાવે ન રહે તો તે ઉદયથી પ્રભાવિત થઈ રાગાત્મક કે ‘ષાત્મક પ્રતિક્રિયા કરે છે, જેથી પર્યાયમાં સ્વચ્છતા પ્રગટતી નથી. પરંતુ જો તે ઉદયને માત્ર જ્ઞાયકભાવે નિહાળે તો રાગાત્મક કે દ્વેષાત્મક પ્રતિક્રિયા ઉત્પન્ન થાય નહીં. તે ઘટનાથી તે જીવ અપ્રભાવિત રહે છે. જે કર્મ ઉદયમાં આવ્યાં છે તે ભોગવવાં તો પડશે. જો તેમાં મય થઈ ભોગવશે તો પર્યાયમાં મલિનતા આવશે અને જ્ઞાયકભાવે ભોગવશે તો પર્યાયમાં સ્વચ્છતા પ્રગટશે. વિવેક તો એમાં છે કે જીવ પોતાના જ્ઞાનસ્વરૂપ અંતસ્તત્ત્વનું અવલંબન લઈ, રાગાત્મક-દ્વેષાત્મક પ્રતિક્રિયાઓથી મુક્ત થાય અને પર્યાયમાં સ્વચ્છતા પ્રગટાવે. જીવે ઉદયાનુસાર બનતી ઘટનાના નિમિત્તે ઉત્પન્ન થતા રાગ-દ્વેષને રોકવા જોઈએ તથા બાહ્યમાં જે કંઈ ઘટના બને તેમાં પોતાના ભાવોનું જોડાણ ન કરવું જોઈએ. વર્તમાન ઉદયને વશ ન બનતાં, તેમાં એકતા ન કરતાં જીવ તેને પોતાના જ્ઞાનનું ય જ માને અને પોતાના સ્વરૂપનો આશ્રય કરે તો પર્યાયમાં સ્વચ્છતા પ્રગટ્યા વિના રહે નહીં.
જીવમાં અનંત પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાની યોગ્યતા હોવા છતાં, પર્યાયમાં સ્વચ્છતા ન હોવાના કારણે તેણે પદાર્થનું જ્ઞાન કરવા માટે ઇન્દ્રિયો અને મનની મદદ લેવી પડે છે. જે જ્ઞાન ઇન્દ્રિય તથા મનને અવલંબીને પ્રવર્તે છે તે પરોક્ષ અને પરાધીન છે. જ્ઞાન જ સ્વરૂપ તરફ વળે તો તે અતીન્દ્રિય બને. અતીન્દ્રિય થયા વિના જ્ઞાન પોતાના સ્વભાવને પકડી શકતું નથી. સ્વરૂપસન્મુખ થયેલું જ્ઞાન ઇન્દ્રિયોના સંબંધથી જુદું પડી, અતીન્દ્રિય બની અંતરમાં દોડે છે. જ્યાં સુધી જ્ઞાન ઇન્દ્રિયોના અવલંબને બંધાયેલું હતું, ત્યાં સુધી તે અંતર્મુખ થઈ શકતું ન હતું, પરંતુ જ્યારે ઇન્દ્રિયોનું બંધન તૂટી જાય છે ત્યારે જ્ઞાન અતીન્દ્રિય થઈ સ્વરૂપમાં રમતું થાય છે, સ્વભાવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org