________________
૫૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પેદા કરવી કે જે પૂરી કરવા માટે જીવે પોતાની અંદર - પોતાના કેન્દ્ર તરફ જવું પડે.
જ્યાં સુધી તે એવી જરૂરિયાત પેદા નથી કરતો કે જે જરૂરિયાત માત્ર ભીતર જવાથી જ તૃપ્ત થઈ શકે એમ હોય, ત્યાં સુધી તે કદી ભીતર જશે નહીં, જઈ શકશે નહીં. આજ સુધી જીવે ભીતર જવાની જરૂરિયાત જ ઉત્પન્ન નથી કરી. એક વાર જરૂરિયાત ઉત્પન્ન થઈ જાય તો બહાર જવું જેટલું સહેલું છે, ભીતર જવું પણ એટલું જ, બલ્ક તેના કરતાં પણ ઘણું વધુ સહેલું થઈ જાય છે. આ જરૂરિયાત ધર્મ સાથે સંબંધ ધરાવે છે. આ જરૂરિયાત ઉત્પન્ન કરવી અને એ પૂરી કરવા અંદર જવું એ છે ધર્મની આરાધના, કેન્દ્ર ઉપર પહોંચીને ત્યાં સ્થિર થઈ જવું તે છે મોક્ષ અને ભીતરમાં લઈ જનારી પ્રક્રિયાનું નામ છે ધર્મ.
ધર્મની આરાધના કરવી એટલે પરિઘ ઉપરથી કેન્દ્ર તરફ જવું. નજર કેન્દ્ર તરફ કરવાની છે, દષ્ટિ અંતરમાં રાખવાની છે. જો દૃષ્ટિ અંતર તરફ ન વળી તો પરિવર્તન માત્ર બાહ્યમાં થાય છે, તેમજ આંતરિક રૂપાંતરણ થઈ શકતું નથી. ધર્મનો સંબંધ આંતરિક રૂપાંતરણ સાથે છે. બાહ્ય રૂપાંતરણ કરવાનો નિષેધ નથી, પરંતુ એટલી સમજ સ્પષ્ટ કરવી જરૂરી છે કે બાહ્ય રૂપાંતરણ એ આંતરિક રૂપાંતરણ નથી અને ધર્મનો સંબંધ તો આંતરિક રૂપાંતરણ સાથે છે. વાસ્તવમાં આંતરિક રૂપાંતરણ મહત્ત્વપૂર્ણ છે, અર્થપૂર્ણ છે; જ્યારે બાહ્ય તો માત્ર સહયોગી છે. જ્યાં સુધી જીવની વૃત્તિ પૂર્ણપણે સ્વરૂપમાં સ્થાપિત નથી થઈ, ત્યાં સુધી જીવ બાહ્ય પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે અને તેથી જો બાહ્ય રૂપાંતરણ કરવામાં આવે તો આંતરિક રૂપાંતરણ કરવામાં સહાયક થાય છે. જો કે બાહ્ય કંઈ અંતરને બદલી શકતું નથી, પણ નિમિત્તાધીન જીવને તે દ્વારા સહયોગ અથવા બાધાનો અનુભવ થતો હોવાથી અનુકૂળ બાહ્ય રૂપાંતરણની મદદ લઈ શકાય છે.
જ્ઞાનીઓ બાહ્ય રૂપાંતરણની વિરુદ્ધમાં નથી, પણ તેઓ એમ કહે છે કે બાહ્ય ગૌણ છે, આંતરિક મુખ્ય છે. માત્ર બાહ્ય રૂપાંતરણમાં જ અટકી રહેવાથી આંતરિક રૂપાંતરણ સ્થગિત થઈ જાય છે. જે લોકો બાહ્યને મુખ્ય ગણે છે - બાહ્યમાં જ અટકી રહે છે, તેઓ કંઈ જ પામી શકતા નથી. તેઓ પોતાનું જીવન વ્યર્થ ગુમાવી દે છે. આંતરિક રૂપાંતરણના લક્ષ વિના બાહ્યમાં ગમે તેટલા ફેરફાર કરવાથી જીવને કદી સુખ પ્રાપ્ત નહીં થઈ શકે. બાહ્યને ગમે તેટલું બદલે, રંગરોગાન કરે, પરંતુ તેને શાંતિનો અનુભવ નહીં થઈ શકે. સપાટી ઉપર તે ગમે તેટલું પણ બદલશે, પરંતુ આંતરિક જરૂરિયાતની પૂર્તિ નહીં થઈ શકે અને તેનાથી એવો ભ્રમ પોષાશે કે “મેં તો બધું બદલી નાખ્યું'; પણ મૂળ વાત બાકી રહી જવાથી - આંતરિક રૂપાંતરણ નહીં થવાથી મોક્ષ અટકેલો રહેશે. અલબત્ત બાહ્ય રૂપાંતરણની ઉપેક્ષા કરવાની જરૂર નથી, પણ માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org