________________
ગાથા-૧૧૫
૫૫૯
રહેતાં હોવાથી, તે ઇન્દ્રિયોના તળ ઉપર જીવન જીવતો હોવાથી તેને જીવનનું પરમ ફળ નીપજતું નથી.
જીવે ત્રણ તથ્ય સમજી લેવાં ઘટે છે. એક એ કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ કેન્દ્ર ઉપર છે. બીજું એ કે જેના દ્વારા ચેતના બહાર જાય છે એ ઇન્દ્રિયો પરિઘ ઉપર છે અને ત્રીજું એ કે સંસારના વિષય, જેના તરફ ચેતના ઇન્દ્રિયોના માધ્યમથી ગતિમાન થાય છે તે પરિઘની પણ પાર છે. આ વાતને બીજી રીતે પણ સમજી શકાય છે. ઇન્દ્રિયોની એક તરફ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે અને બીજી તરફ વિષયોનો સંસાર છે. ઇન્દ્રિયો બરાબર વચમાં છે. ઇન્દ્રિયો દ્વારા બન્ને તરફ યાત્રા કરી શકાય છે. ત્યાંથી વિષયો તરફ પણ જઈ શકાય છે અને કેન્દ્રની યાત્રા પણ કરી શકાય છે. ઇન્દ્રિયોની બન્ને બાજુ દ્વાર ખૂલે છે. ત્યાંથી જીવ ઇચ્છે તો વિષયની તરફ જઈ શકે અને ઇચ્છે તો કેન્દ્રની તરફ જઈ શકે. તેને પૂરી સ્વતંત્રતા છે. તેણે નક્કી કરવાનું છે કે કયા દ્વારનો ઉપયોગ કરી ક્યાં પહોંચવું છે. બન્ને તરફનું અંતર સરખું છે.
સંસાર અને મોક્ષ બન્ને સમાન અંતરે છે. ભલે દિશા જુદી છે, પણ બન્નેનું અંતર એકસરખું છે. મોક્ષ માટે ભીતર જવું પડે છે, જ્યારે સંસાર માટે બહાર જવું પડે છે; પરંતુ અંતર સમાન છે. જો કે આ પણ એક કથનશૈલી જ છે. નિશ્ચયથી જોઈએ તો આત્મસ્વભાવથી સંસાર અત્યંત દૂર છે. તે અલંધ્ય અંતરે છે, જ્યારે મોક્ષ તો નિકટ જ છે. જીવ પોતે જ મોક્ષસ્વરૂપી છે. મોક્ષ જીવના ક્ષેત્રમાં છે, જ્યારે વિષયો તો ભિન્ન ક્ષેત્રમાં છે; પરંતુ ભ્રાંતિવશ જીવને મોક્ષ ખૂબ દૂર લાગે છે. તે માને છે કે સંસાર ખૂબ નિકટ છે, અહીં જ છે અને મોક્ષ તો બહુ દૂર છે. સંસાર અને મોક્ષ બને સમાન અંતરે છે એવું સ્વીકારવામાં તેને ઘણી તકલીફ પડે છે.
જો સંસાર અને મોક્ષ બને સમાન અંતરે છે તો ઉપયોગ કેમ સંસાર તરફ અર્થાત્ ઇન્દ્રિયવિષયો પ્રત્યે વળે છે? એનું કારણ તપાસતાં જણાય છે કે જીવની ઇચ્છાઓમાંની એક પણ ઇચ્છા એવી નથી કે જેની પૂર્તિ માટે તેણે અંદર જવું પડે. અજ્ઞાની જીવની જરૂરિયાતની દરેક ચીજ બહારથી જ મળે છે. શરીર અને મનની જરૂરિયાતો એવી છે કે તેની પૂર્તિ માટે ચેતના બહાર તરફ પ્રવાહિત થતી રહે છે. ભોજન-પાણી-ઘર જોઈએ છે, અહંની પૂર્તિ કરવી છે, વાસના તૃપ્ત કરવી છે; આ બધી મહત્ત્વપૂર્ણ લાગતી જીવની આવશ્યકતાઓ માત્ર સંસારમાંથી - બહારથી મળી શકે છે. એ પૂર્ણ કરવા સંસાર તરફ જ જવું પડે છે અને તેથી ચેતના ઇન્દ્રિયોનાં દ્વાર વડે સંસાર તરફ પ્રવાહિત થાય છે. જીવની જરૂરિયાતો બહાર જવાથી જ પૂરી થઈ શકતી હોવાથી તે બહારની દિશામાં જ યાત્રા કરતો રહે છે.
બાહ્ય તરફની આ ગતિ અટકાવવાનો એક જ ઉપાય છે - એવી કોઈ જરૂરિયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org