________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અનંત હોય તો જીવનો કદી મોક્ષ થશે જ નહીં, કારણ કે કર્મસંયોગ સદા રહેશે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે, તેથી જીવ અને આકાશના સંબંધની જેમ તે સંબંધ અનંત પણ સિદ્ધ થાય છે, એટલે મોક્ષ સાબિત થતો નથી. જીવ અને કર્મનો સંયોગ જીવ અને આકાશના સંયોગની જેમ અનાદિ છે, તેથી જીવ અને આકાશના સંયોગની જેમ જીવ અને કર્મનો સંયોગનો પણ વિનાશ નથી થતો. એટલે સંસારનો અભાવ થઈને ક્યારે પણ મોક્ષ થતો નથી.
આત્મા અને કર્મનો સંબંધ અનાદિ-અનંત છે, તેથી જીવનો મોક્ષ થવો અસંભવિત છે. મોક્ષની અસંભાવના વિષે અમોક્ષવાદીઓની આ દલીલ રજૂ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં કહે છે કે જો જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય એવા જીવે કરેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મનું પરસ્પર મળી જવું અનાદિથી છે, એટલે કે તે બંધપ્રવાહની શરૂઆત કાળથી કદાપિ થયેલી નથી એમ કહેશો તો આત્મા અને આકાશના સંબંધની જેમ, અર્થાત્ આત્મા અને આકાશનો સંબંધ જેમ અનાદિ હોવાથી અનંત પણ છે તેમ, આત્મા અને કર્મનો સંયોગ પણ અનંત - અંતરહિત થશે અને તેમ થવાથી કર્મનો સર્વથા અભાવ (મોક્ષ) નહીં થાય. જેમ આત્મા અને આકાશનો સંબંધ અનાદિ હોવાથી તે સર્વ કાળમાં સ્થિર રહે છે, તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિ હોવાથી તે સર્વ કાળમાં સ્થિર રહેશે. ૧
- આચાર્યશ્રી અમૃતચંદ્રદેવે પણ ‘તત્ત્વાર્થસાર'માં આ પ્રકારની દલીલ રજૂ કરતાં કહ્યું છે કે જે વસ્તુની ઉત્પત્તિનો આદ્ય સમય ન હોય તે અનાદિ કહેવાય છે અને અનાદિ હોવાથી તેનો કદી પણ અંત આવતો નથી. જો અનાદિ પદાર્થનો અંત થઈ જાય તો સત્નો વિનાશ થાય છે એમ માનવું પડે; પરંતુ સત્નો નાશ થવો તે સિદ્ધાંતથી અને યુક્તિથી વિરુદ્ધ છે. આ ન્યાયના કારણે અહીં એવી શંકા ઉપસ્થિત થઈ શકે કે અનાદિ કર્મબંધનની સંતતિનો નાશ કઈ રીતે થઈ શકે? અર્થાત્ કર્મબંધનનો કોઈ આરંભ નથી, તેથી તે અનાદિ છે અને જે અનાદિ હોય તેનો અંત પણ થવો ન જોઈએ; માટે જેમ કર્મબંધન અનાદિથી ચાલ્યું આવે છે, તેમ તે અનંત કાળ સુધી જીવની સાથે ચાલતું રહેવું જોઈએ. તેનો અર્થ એ થશે કે કર્મબંધનથી જીવ કદી સર્વથા મુક્ત થઈ શકશે નહીં. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૨૨
'अनादिर्यदि संबन्ध इष्यते जीव कर्मणोः ।
तदानन्त्यान्न मोक्षः स्यात्तदात्माकाशयोगवत् ।।' ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘તત્ત્વાર્થસાર', અધિકાર ૮, શ્લોક ૬
'आद्यभावान्न भावस्य कर्मबंधनसन्ततेः । अन्ताभावः प्रसज्येत दृष्टत्वादन्तबीजवत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org