________________
ગાથા-૮૭
૨૩ શિષ્ય જાણે છે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે. કર્મો આત્મા સાથે અનાદિથી સંયુક્ત છે. અનાદિ કાળથી એ બન્નેનો સંસર્ગ હોવાથી અનાદિ કાળથી સંસારચક્ર પ્રવૃત્ત રહ્યું છે. આત્માનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અનાદિ કાળથી કર્મના આવરણ વડે ઢંકાયેલું છે. અનંત કાળ વીતી ગયો તોપણ કર્મકતૃત્વરૂપી દોષ હજી જીવને વિષે વિદ્યમાન જ છે, તેથી શિષ્યને લાગે છે કે જીવનો મોક્ષ ઘટી શકતો નથી. તેને પ્રશ્ન ઉદ્ભવે છે કે અનંત કાળથી કર્મ કરવારૂપ દોષ વિદ્યમાન હોવાથી જીવનો મોક્ષ કઈ રીતે સંભવે? શું આત્માની ક્યારે પણ એવા પ્રકારની અવસ્થા થઈ શકે કે જેના કારણે જન્માંતર જ નષ્ટ થાય?
આમ, શિષ્ય મોક્ષપદ વિષે શંકા કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છે કે શ્રીગુરુના સમાધાનથી તેને જીવનું કર્મકર્તુત્વ અને કર્મફળભોસ્તૃત્વ સિદ્ધ થયું છે. જીવ ભલે કર્મનો કર્તા અને ભોક્તા હોય, પણ તેનો મોક્ષ સંભવિત નથી. જીવનો મોક્ષ થવા યોગ્ય નથી, કારણ કે અનંત કાળથી કર્મ કરવારૂપ દોષ તેનામાં વિદ્યમાન છે. અનંત કાળ વીતવા છતાં પણ જીવનો એ દોષ ટળ્યો નથી, માટે જીવનો મોક્ષ થઈ શકે નહીં. આ પ્રમાણે શિષ્ય પોતાની શંકા રજૂ કરી, તેની નિવૃત્તિ અર્થે સંતોષકારક સમાધાનની શ્રીગુરુને તે વિનંતી કરે છે; અર્થાત્ જો જીવનો મોક્ષ હોય તો તે કઈ રીતે ઘટે છે તે સમજાવવા શ્રીગુરુને પ્રાર્થના કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કર્તા ભોક્તા જીવ હો, આપ વચન સુપ્રમાણ; આ સંસાર અપાર છે, દુઃખ સુખની એ ખાણ. તેમાં જીવ ભ્રમણ કરે, પણ તેનો નહિ મોક્ષ; કારણ સંજ્ઞા ચારનું, જોર ઘણું અફસોસ. જન્મો વિવિધ પ્રકારના, દઢ કીધા સંસ્કાર; વીત્યો કાળ અનંત પણ, તે નહિ ઘટ્યા લગાર. અનુકૂળ વિષયે રાગથી, પ્રતિકૂળથી અસંતોષ; જીવ ચપળતા ભય વડે, વર્તમાન છે દોષ.''
૧- “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૫-૨૩૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૪૫-૩૪૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org