________________
ગાથા-૮૭
૨ ૧
ભવભ્રમણના આંટા-ફેરા થઈ ગયા, અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ નિવૃત્તિ નથી થઈ, તો પણ વર્તમાન છે દોષ' - તે કર્મ કારણરૂપ દોષ હજ - હમણાં - અદ્યાપિ તે જીવને વિષે વર્તમાન જ છે. વર્તમાનકાળને વિષે વર્તમાન જ છે, - વર્તી રહેલ જ છે; અને એમ ચક્રભ્રમણન્યાયે - કર્મ કરતાં કરતાં અને ભોગવતાં ભોગવતાં ભવિષ્યમાં અનંતકાળ થવાયોગ્ય છે, એટલે કર્મના બંધનથી મૂકાવારૂપ - મુક્ત થવારૂપ મોક્ષને જીવ કેમ પામે? ફૂવાના રેંટની જેમ અરઘટ્ટઘટ્ટીન્યાયે પાણીનો ઘડો ભરાય અને ખાલી થાય, તેમ આમ ને આમ કર્મજલનો ઘડો ભરાયા કરે અને ખાલી થયા કરે, તો તો તે કર્મથી છુટકારારૂપ મોક્ષ - કર્મબંધન મોચનરૂપ મોક્ષ અનંતકાળે પણ કેમ થાય?’૧
જીવ સર્વથા કર્મરહિત થઈ શકે કે નહીં એ વિકલ્પ ઉપર ચિંતન કરતાં શિષ્યને એમ ભાસે છે કે પૂર્વકર્મનો ઉદય પૂર્ણ થતાં જીવને લાગેલાં અમુક કર્મો જ અકર્મરૂપ થઈ છૂટાં પડે છે, તેથી જીવ સર્વ કર્મથી રહિત થઈ શકતો નથી. જેમ કર્મરૂપ પુદ્ગલો કર્મત્વને છોડીને અકર્મરૂપ બની જાય છે, તેમ તે વખતે જીવના વિકારનું નિમિત્ત પામીને, અકર્મરૂપે રહેલાં પુદ્ગલો કર્મરૂપે પરિણમે છે. અમુક કર્મોનું છૂટવું અને તેનું જ અથવા તો અન્ય અકર્મરૂપ પરમાણુઓનું નવા કર્મરૂપે પરિણમવું એવી પ્રક્રિયા સંસારી જીવને નિરંતર ચાલ્યા જ કરે છે. જીવના વિકારથી કાશ્મણ વર્ગણાનાં પુગલો કર્મરૂપ થઈને તેની સાથે બંધાયા કરે છે અને તેની કર્મશૃંખલા ચાલુ રહે છે. આમ, જીવ સદા અમુક કર્મોથી બંધાયેલો જ હોય છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે, તેથી જીવનો કર્મથી સર્વથા મુકાવારૂપ મોક્ષ છે જ નહીં.
જેનો અનાદિ સંયોગ હોય, તેનો વિયોગ કદી પણ ન થાય; માટે જીવ અને કર્મનો વિયોગ કદી પણ થતો નથી. જીવ અને કર્મનો સંયોગ અનાદિ છે, તો તે બનેનો વિયોગ કોઈ કાળે થવો સંભવ જ નથી. અનાદિ એવા આ સંયોગનો ક્યારે પણ વિયોગ નહીં થાય. જીવ તથા કર્મ કદી પણ સદંતર છૂટાં નહીં પડે. પરંતુ જીવનો મોક્ષ તો કર્મવિયોગજન્ય છે, અર્થાત્ મોક્ષ તો કર્મના સદંતર વિયોગનું નામ છે; તો એવો મોક્ષ તો કઈ રીતે થાય? મોક્ષની વાત જ સંભવિત નથી, એટલે કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં. કર્મવિયોગના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય છે.
જીવ-કર્મનો અનાદિ સંબંધ હોવાથી જીવનો કદી મોક્ષ સંભવે જ નહીં, કારણ કે જે અનાદિ છે તેનો અંત નથી હોતો. જે વસ્તુ અનાદિ હોય છે તે અનંત પણ હોય છે. જેમ જીવ અને આકાશનો સંબંધ અનાદિ છે તો તે સંબંધ અનંત પણ છે, તેમ જીવ-કર્મનો સંબંધ અનાદિ છે તો તે સંબંધ અનંત હોવો જોઈએ; અને જો તે સંબંધ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org