________________
ગાથા-૧૧૨
૫૧૫ ભવક્ષયથી, એટલે કે આયુષ્યનો ક્ષય થવાથી એમ બે રીતે થાય છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલા શ્રમણ મહાત્મા આ શ્રેણી ચઢ્યા પછી કદી પણ પાછા વળતા નથી કે અપૂર્ણ શ્રેણીએ તેમનું આયુષ્ય પણ પૂરું થતું નથી.
ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ શ્રમણ મહાત્મા મહા ઉઝપુરુષાર્થી બની મોહનીય કર્મની પ્રકૃતિઓનો જડમૂળથી ક્ષય કરતા જાય છે અને આ રીતે પોતાનાં પરિણામો વિશુદ્ધ કરતાં કરતાં નવમાં ‘અનિવૃત્તિ બાદર સંપરાય' ગુણસ્થાનકે પહોંચે છે. આ ગુણસ્થાને રહેલા દરેક જીવના અધ્યવસાયો એકસરખા જ હોય છે, અર્થાત્ અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિતરતમતા હોતી નથી. ‘બાદર' એટલે સ્થળ અને ‘સંપરાય' એટલે કષાય. આ ગુણસ્થાને સ્થૂળ કષાયોનો ક્ષય થાય છે અને જીવ દશમા ‘સૂક્ષ્મ સંપરાય' ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનકવર્તી શ્રમણ મહાત્મા સૂક્ષ્મ લોભ કષાયથી યુક્ત હોવાથી તેમને યથાખ્યાત ચારિત્ર પ્રગટવામાં થોડીક ન્યૂનતા રહે છે. અંતે મોહનીયની છેલ્લી પ્રકૃતિ સૂક્ષ્મ લોભ કષાયનો પણ ક્ષય કરી આ શ્રમણ મહાત્મા સીધા બારમા “ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ' ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાનને ‘ક્ષીણમોહ' ગુણસ્થાન પણ કહે છે, કારણ કે મોહનો સંપૂર્ણ ક્ષય થયો હોય છે.
જેમના કષાયો ક્ષીણ થઈ ગયા છે, અર્થાત્ સંપૂર્ણતઃ ક્ષય પામી ગયા છે તે આત્મા ‘ક્ષીણકષાયી' છે. તેમનામાં મોહકર્મરૂપી કાલિમાનો અંશ પણ રહ્યો નથી. તેમના કષાયોનો સર્વથા ક્ષય થયેલો હોવાથી, એટલે કે તેમના રાગ-દ્વેષભાવ સર્વથા નષ્ટ થઈ ગયા હોવાથી, હવે તેઓ ‘વીતરાગ' કહેવાય છે. હજુ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયનો ઉદય હોવાથી તેઓ છદ્મસ્થ છે. આ ગુણસ્થાનમાં સમકિત અને ચારિત્ર બને ક્ષાયિક ભાવે રહે છે અને અહીં ક્ષપકશ્રેણી પૂર્ણ થાય છે. વીતરાગતાના અવરોધક એવા મોહનીય કર્મનો ક્ષય થતાં તેઓ વીતરાગપદમાં વાસ કરે છે. મોહનીય કર્મ નષ્ટ થતાં અંતર્મુહૂર્તમાં બાકીનાં ત્રણ ઘાતી કર્મો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મો એકસાથે બારમા ગુણસ્થાનના અંત સમયે નાશ પામે છે અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. બાકીનાં ચાર અઘાતી કર્મો પણ તે જ ભવમાં હણાઈ જતાં આત્મા સર્વ દુઃખથી મુક્ત થઈ સિદ્ધપદ સંપ્રાપ્ત કરે છે. શ્રીમદ્ લખે છે કે –
જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યફચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.' ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૭૭ (પત્રાંક-૭૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org