SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન સાતમા ‘અપ્રમત્ત સંયત' ગુણસ્થાનમાં આ મુનિ મહાત્મા અનેક વાર ઝૂલતા હોય છે, અર્થાતુ છથી સાતમે અને સામેથી છટ્ટે આવાગમન કરતા હોય છે. કોઈ વાર મંદ રાગમાં જોડાઈ છઠ્ઠી પ્રમત્ત ગુણસ્થાને હોય છે, તો પણ અંતર્મુહૂર્તમાં ફરીથી સ્થિર થતાં - અપ્રમત્ત થતાં સાતમા ગુણસ્થાને આવે એવી અભુત તેમની ચારિત્રદશા હોય છે. આ સ્થિતિને ‘સ્વસ્થાન અપ્રમત્ત સંયત' અથવા 'નિરતિશય અપ્રમત્ત' કહે છે. સાતમા ગુણસ્થાને સંજ્વલન કષાય તેમજ નોકષાયનો ઉદય મંદ હોવાથી સંપૂર્ણ સંયમયુક્ત આ મુનિરાજને વ્યક્ત તેમજ અવ્યક્ત પાંચ પ્રકારના પ્રમાદનો અભાવ હોય છે. જ્યારે તે અપ્રમત્ત સંત મહાત્મા - છઠ્ઠા ગુણસ્થાને નહીં ઊતરતાં અંતર્મુહૂર્ત પર્યત સાતમા ગુણસ્થાને જ સ્થિર થાય છે, ત્યારે તેઓ શ્રેણીસભુખ થાય છે. આ સ્થિતિને ‘સાતિશય અપ્રમત્ત સંયત' કહેવાય છે. ૧ જ્યારે સાતમા ગુણસ્થાનવર્તી અપ્રમત્તસંત મહાત્મા પ્રત્યેક સમયે પરિણામોની અનંતગુણી વિશુદ્ધિ કરીને અપૂર્વકરણ જાતિનાં પરિણામોને કરે છે, ત્યારે તે શ્રમણ મહાત્માને ‘અપૂર્વકરણ' નામના આઠમાં ગુણસ્થાનવર્તી કહે છે. ‘અપૂર્વ' એટલે પૂર્વે નહીં થયેલા એવાં અને ‘કરણ' એટલે પરિણામ. આ આઠમા ગુણસ્થાને કષાય અને નોકષાયનો અત્યંત મંદ ઉદય થતાં, પૂર્વે જે પરિણામોને કદી અનુભવ્યાં ન હતાં એવાં અપૂર્વ, પરમ આહલાદમય અને આનંદમય આત્મપરિણામોને તેઓ ધારણ કરે છે. આ ગુણસ્થાને પ્રતિસમય ભાવોની અનંતગુણી વિશુદ્ધિ, પૂર્વબદ્ધ કર્મસ્થિતિમાં અસંખ્યાતગુણ ઘાત, અસંખ્યાતગુણ ન્યૂન સ્થિતિનો નવો કર્મબંધ, પૂર્વે બંધાયેલાં પાપકર્મના રસ(અનુભાગ)નું અસંખ્યાતગુણ ખંડન, અર્થાત્ રસઘાત તથા અસંખ્યાતગુણ કર્મવર્ગણાની નિર્જરા અને પાપપ્રકૃતિઓનું પુણ્યપ્રકૃતિઓમાં સંક્રમણ થાય છે. આઠમા ગુણસ્થાનથી આ મુનિ મહાત્મા શ્રેણી ઉપર આરૂઢ થઈ અધિક વિકાસ તરફ પ્રયાણ કરવા સમર્થ બને છે. તેઓ ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરવા ઉદ્યમવંત થાય છે અને ક્રમશઃ મોહનીય વગેરે કર્મપ્રકૃતિઓનો ક્ષય કરે છે તેથી શ્રેણી ઉત્પન્ન થાય છે. શ્રેણી બે પ્રકારની છે - ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણી. ક્ષપકશ્રેણીથી ચઢનાર જીવ મોહનો ક્ષય કરે છે અને ઉપશમશ્રેણીથી ચઢનાર જીવ મોહનો ઉપશમ કરે છે. કષાયોને નિર્મૂળ કરનાર ક્ષેપકમુનિ મહાત્મા દશમા ગુણસ્થાનકથી સીધા બારમા ગુણસ્થાનકે જાય છે, જ્યારે કષાયોને ઉપશમાવનાર જીવ દશમા ગુણસ્થાનકથી અગિયારમા ઉપશાંતકષાય વીતરાગ છબસ્થ' ગુણસ્થાનક સુધી ચઢે છે અને પછી કષાય ઊછળી આવતાં અવશ્ય પતન પામે છે. તે પતન કાળક્ષયથી, એટલે કે ગુણસ્થાનનો કાળ પૂર્ણ થવાથી અથવા ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ‘ગોમ્મદસાર'ની આચાર્યશ્રી અભયચંદ્રદેવકૃત ટીકા, ‘મંદપ્રબોધિકા', જીવકાંડ, ગાથા ૪૫ 'स्वस्थानाप्रमत्तः सातिशयाप्रमत्तश्चेति द्वौ भेदौ ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy