________________
૫૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સમ્યગ્દર્શન પ્રગટ કરનાર ધન્યાત્મા પોતાને પોતાના શરીરથી સદૈવ ભિન્ન જાણે છે, અનુભવે છે અને આત્મામાં વધુ ને વધુ સ્થિર થવાનો વારંવાર પ્રયત્ન કરે છે. વધતી જતી આત્મસ્થિરતાના કારણે તેઓ ક્રમશઃ શ્રાવક અને મુનિ અવસ્થાને પ્રાપ્ત કરે છે. વધુ લીનતા થતાં, કષાયોનો અભાવ થતાં વીતરાગ બને છે. ત્યારે ચાર ઘાતી કર્મોનો પૂર્ણ અભાવ થાય છે અને પૂર્ણ શુદ્ધ આત્માનો અનુભવ સતત રહે છે. શેષ ચાર અઘાતી કર્મોની સ્થિતિ પૂર્ણ થતાં તે ધન્યાત્મા શરીરરહિત એવા સિદ્ધ ભગવાન થાય છે.
આમ, જેઓ સાધનારૂપી નૌકામાં બેસીને, અંતર્મુખ થઈને પૂર્ણ, શુદ્ધ ચૈતન્યસ્વભાવી જ્ઞાયક આત્માની દષ્ટિ અને એકાગ્રતા કરે છે, તેઓ ચારિત્રદશા પ્રગટ કરી, વીતરાગદશા પ્રગટ કરી, ભવસાગર તરી જાય છે અને નિર્વાણને પામે છે. તેથી જીવે મુક્તિ પ્રાપ્ત કરવા જ્ઞાયક આત્માની દૃષ્ટિ તથા એકાગ્રતા કરવી ઘટે છે. હું ચૈતન્યમૂર્તિ આત્મા છું. વાતવલયમાં બિરાજેલા સિદ્ધ પ્રભુ જેવો જ હું છું, પણ અત્યારે શરીરપ્રમાણ છું. શરીરમાં રહેલો હોવા છતાં હું શરીરથી જુદો છું. મારા આત્મસ્વભાવમાં રાગવૈષનો અંશ પણ નથી.' આમ, પોતાના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરી, ઉપયોગને અંતર્મુખ કરતાં, મિથ્યાત્વનો નાશ થઈ, આત્મતત્વની અનુભવપૂર્વકની શ્રદ્ધા પ્રગટે છે. આત્માનું સમ્યક્ શ્રદ્ધાન થયા પછી જ્ઞાની ઉપયોગને સ્વદ્રવ્યમાં જ એકાગ્ર કરવાનો પુરુષાર્થ કરે છે. તેઓ ઉપયોગને પરમાંથી છોડાવી સ્વદ્રવ્યમાં લીન કરે છે. તેઓ સ્વભાવમાં સ્થિર થાય છે. તેઓ શુદ્ધોપયોગ વડે પર્યાયમાંથી રાગ-દ્વેષને અંશે છોડે છે અને ક્રમશઃ રાગ-દ્વેષનો પૂર્ણ અભાવ કરી મુક્તિ પામે છે. સ્વભાવની દૃષ્ટિ અને એકાગ્રતાથી તેઓ રાગ-દ્વેષ-અજ્ઞાનથી સર્વથા છૂટી જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ જ સાચો ધર્મ છે. આ જ સાચું સત્સાધન છે. આ જ કર્મબંધનના નાશનો અને મુક્તિનો ઉપાય છે. મોક્ષનો માર્ગ એક જ છે અને તે એ કે પોતાના સહજ સ્વરૂપને જાણવું અને એમાં જ સ્થિર રહેવું. આત્મસ્વરૂપનો ઉગ્ર આશ્રય લેતાં કર્મો ખરવા લાગે છે, વિશુદ્ધિ વધે છે અને વીતરાગતા પ્રગટ થાય છે. બે ઘડી સુધી આત્મામાં સ્થિરતા થતાં યથાખ્યાત ચારિત્રદશા પ્રગટે છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે –
‘આત્માનું બળ વધતાં એક સાથે બે ઘડી સુધી આત્મામાં સ્થિર રહી શકે અને શ્રેણી માંડે તેમાં સત્તામાં રહેલાં ઘાતિયાં કર્મ ખપી જાય. ચારિત્રમાં સ્થિરતા કરતાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, મોક્ષપાહુડ', ગાથા ૮૩
"णिच्छयणयस्स एव अप्पा अप्पम्मि अप्पणे सुरदो । सो होदि हु सुचरित्तो जोई सो लहइ णिब्याणं ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org