________________
ગાથા-૧૧૧
૪૯૧. નથી. તેઓ જાણે છે કે દેહમાં પરિણમન થઈ રહ્યું છે, આત્મામાં નહીં. ‘દેહની જે પણ અવસ્થા થાય છે તે દેહના પોતાના કારણે થાય છે. તેનાથી મને કોઈ જ લાભહાનિ થતાં નથી. જો પ્રારબ્ધવશાત્ આ શરીરમાં છ કરોડ રોગોનો પ્રકોપ એકીસાથે જ્વાલારૂપે ભભૂકી ઊઠે તો પણ મને તેની સાથે કાંઈ લેવા-દેવા નથી. મારી જ્ઞાનસમૃદ્ધિમાં કોઈ બાધા પહોંચી શકે એમ નથી. મારે દેહ સાથે કશી નિસ્બત નથી, હિતાહિત સંબંધ નથી. શરીર માત્ર મારું શેય અને હું તેનો જ્ઞાતા - ફક્ત આટલો જ સંબંધ છે. તે સિવાય મારો તેની સાથે કોઈ સંબંધ નથી. જ્ઞાનીપુરુષને આવી જાગૃતિ સતત રહે છે. પ્રથમ દેહમાં એકત્વબુદ્ધિ હતી, પરંતુ હવે ભેદજ્ઞાનનો અભ્યાસ પરિપક્વ થયો હોવાથી પોતાની અને દેહની વચ્ચે માત્ર જ્ઞાતા-શૈય સંબંધ જ પ્રતીત થાય છે. વેદનાકાળે પણ તેઓ દેહથી દૂર અને સ્વરૂપની સમીપ રહે છે.
- અવિનાશી આત્માને અનુભવ્યા પછી જ્ઞાનીને મરણનો ભય નથી રહેતો. અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી અજ્ઞાનીને મૃત્યુની બ્રાંતિ હોય છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની પુરુષ સદા નિર્ભય જ હોય છે. તેઓ ભયભીત નથી થતા, કારણ કે તેઓ જાણે છે કે હું તો જ્ઞાનશરીરી છું. મારું શરીર તો જ્ઞાનમય છે. મારું જ્ઞાનશરીર અવિનાશી છે. કોઈ પણ ભંજક વડે ભેદી ન શકાય એવો મારો ચૈતન્યદેહ છે. વજપાત થાય તો પણ તેનો નાશ થતો નથી. હું અજર, અમર અને અવિનાશી છું. હું જ્ઞાનાનંદસ્વરૂપે શાશ્વત છું. હું પરિપૂર્ણ શાશ્વત દ્રવ્ય છું, પછી મૃત્યુનો ડર શા માટે? પુદ્ગલમય આ શરીર મારું નથી. પુદ્ગલથી બનેલું આ શરીર તો વિનાશી, સંયોગી સ્વભાવવાળું જ છે, તેનો નાશ થાય તેમાં મારે શું? જડ શરીરની મારે શી ચિંતા? જડ શરીરના વિનાશથી મારો વિનાશ નથી. જેમ વસ્ત્ર જાડું હોય કે પાતળું હોય; તેનો રંગ બદલાય, મેલું થાય, જીર્ણ થાય કે ફાટી જાય; તોપણ તેના કારણે શરીરને કાંઈ જ થતું નથી; તેમ દેહ અને મારા સંબંધમાં છે. દેહની અવસ્થા ગમે તેવી વિપરીત થાય તો પણ તેની મને પરવા નથી. આ દેહનો સંબંધ છૂટી જાય, મારાથી અલગ થઈ જાય, તો તેમાં મને કાંઈ હર્ષ કે શોક નથી, કારણ કે પ્રત્યેક પદાર્થની ક્રિયા સ્વતંત્ર છે અને તે ક્રિયા તે પદાર્થનો સ્વભાવ છે. દેહ રહે તો તેના કારણે અને છૂટી જાય તો પણ તેના કારણે. હું તો તેની બધી અવસ્થાનો માત્ર જાણનારજોનાર છું.' આમ જાણીને તેઓ નિર્ભયપણે પોતાના જ્ઞાનસ્વરૂપની આરાધનામાં નિમગ્ન રહે છે.
આત્મજ્ઞાન થયા પહેલાં જે દૃષ્ટિએ પરણેયોને જોતા હતા, તેના કરતાં જુદી જ – અપૂર્વ દૃષ્ટિએ જ્ઞાની પરણેયોને જુએ છે, કેમ કે પરને ખરેખર પરરૂપે પહેલાં કદી જાણ્યું ન હતું. હવે તેઓ પરદ્રવ્યમાં અહંબુદ્ધિ કરતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org