SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૦ ४७८ પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.” ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માનુભૂતિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે જીવ પરમ ઉપાદેય એવા નિજ સચ્ચિદાનંદી તત્ત્વમાં લીન થાય છે. આત્માના અનુભવમાં નથી નિશ્ચયનયનો પક્ષ કે વિચાર, કે નથી વ્યવહારનયનો પક્ષ કે વિચાર; આત્માનુભૂતિ તો નયાતીત અને પક્ષાતીત છે; તેમાં કોઈ ભેદ કે પક્ષ હોતો નથી, ત્યાં તો માત્ર નિર્વિકલ્પ સ્વસંવેદન હોય છે. બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે – ‘વ્યવહાર સમકિતમાં ભેદ હોય છે કેમકે જુદા જુદા જ્ઞાનીનું અવલંબન હોય, તેમનાં વચનો પણ ભિન્ન ભિન્ન હોય, તેમણે કરેલી આજ્ઞા પણ વ્યક્તિગત ભિન્ન હોય, ભક્તિના ભેદ પણ જુદા જુદા હોય એમ અપેક્ષાએ ભેદ હોય છે. પરંતુ નિશ્ચય સમકિતમાં તો આત્માનો અનુભવ કરવાનો હોય છે એટલે તેમાં ભેદ પડતો નથી. શ્વેતાંબર, દિગંબર ગમે તે તીર્થમાં કે કાળમાં જે આત્માનો યથાર્થ અનુભવ થાય તો તે સરખો જ છે. તેથી નિશ્ચય સમકિતમાં ભેદ નથી. આત્માનો અનુભવ થવારૂપ જે ધર્મ છે ત્યાં કંઈ ભેદ નથી.' જેમાં કોઈ ભેદ કે પક્ષ નથી એવા શુદ્ધ સમકિતનો મહિમા અપરંપાર છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક્ થાય છે. સમ્યગ્દર્શન એ મોક્ષરૂપી વૃક્ષનું અદ્વિતીય બીજ છે. સમ્યગ્દર્શન જ મોક્ષપુરીનું પ્રવેશદ્વાર છે, સિદ્ધપ્રાસાદનું પ્રથમ સોપાન છે. જેમ શરીરનાં સર્વ અંગોમાં મસ્તક પ્રધાન છે અને મસ્તકમાં નેત્ર પ્રધાન છે; તેમ મોક્ષને પ્રાપ્ત કરવા માટે સર્વ ધર્મોમાં સમ્યગ્દર્શન જ મુખ્ય છે. અનંત કાળથી જીવ સમ્યગ્દર્શનના અભાવે સંસારમાં રખડે છે. અનાદિ કાળથી જીવ સમ્યગ્દર્શન વગર અનંત જન્મ-મરણ કરે છે. તેણે એક વાર પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી કર્યું. જો તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો જન્મ-મરણની અવિરત ઘટમાળમાંથી છૂટે. જો તે યથાર્થ આરાધના કરી સમ્યગ્દર્શન પ્રગટ કરે તો તેનું સંસારપરિભ્રમણ અવશ્ય અટકે. જે જીવ સમ્યગ્દર્શન વડે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તે અવશ્ય મોક્ષને પામે છે. આ અંગે શ્રીમદ્ તેમની વિશિષ્ટ શૈલીથી પ્રકાશે છે કે – ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૬ (વ્યાખ્યાનસાર-૧, ૨) ૨- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૮૩-૮૪ ૩- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૧, શ્લોક ૭૭ 'जयति सुखनिधानं मोक्षवृक्षकबीजं सकलमलविमुक्तं दर्शनं यद्विना स्यात् । मतिरपि कुमतिर्नु दुश्चरित्रं चरित्रं भवति मनुजजन्म प्राप्तमप्राप्तमेव ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy