________________
४८०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સમ્યક્ત્વ અન્વોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે - “મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે'! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે.”
સમ્યગ્દર્શન થતાં અનંત સંસારનો અંત આવી જાય છે અને અનંત મોક્ષસુખનો પ્રારંભ થાય છે. સંસારરૂપી મોટી વેલને સમ્યગ્દર્શન મૂળમાંથી ઉખેડી નાખે છે અને દુર્ગતિનાં દ્વાર બંધ કરે છે. જગતમાં જે દાનાદિ કરે તેને ધન્ય કહે છે, યુદ્ધમાંથી પાછો ન ફરે તેને શૂરવીર કહે છે, ઘણાં શાસ્ત્રો ભણે તેને પંડિત કહે છે; પણ જ્ઞાનીઓના મત પ્રમાણે તો મોક્ષમાં કારણભૂત એવું સમ્યગ્દર્શન જેના હૃદયમાં પ્રકાશે છે અને જેણે સ્વપ્નાવસ્થામાં પણ તેને મલિન નથી કર્યું; તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ મનુષ્ય છે.
ત્રણે લોકમાં ત્રણે કાળમાં સમ્યક્ત્વ સમાન જીવનું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમાન કોઈ અશ્રેય નથી. મિથ્યાત્વના દોષથી પરાશ્રય વડે જીવ પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરે છે. સમ્યગ્દર્શન મિથ્યાત્વનો નાશ કરે છે. સર્વ કલ્યાણનું તે મૂળ કારણ હોવાથી તે કલ્યાણમૂર્તિ છે. આ કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી સમ્યગ્દષ્ટિ પુરુષોને પરમ આનંદોલ્લાસ ઊપજવાથી તેમણે તેનો અપરંપાર મહિમા ગાયો છે. શ્રીમદે પણ હર્ષોલ્લાસથી સમ્યગ્દર્શનને નમસ્કાર કરતાં લખ્યું છે કે –
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.'
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૩ (વ્યાખ્યાનસાર-૧, ૬૬) ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, “મોક્ષપાહુડ', ગાથા ૮૯
'ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया ।
सम्मत्वं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ।।' ૩- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૨૫ (પત્રાંક-૮૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org