________________
ગાથા-૧૧૦
४७७ ઉપયોગે પણ એવું જ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરવું પડે છે. પરિણતિ જ્યારે સજાતીય બને છે ત્યારે જ તે નિજારમાં પ્રવેશી શકે છે. જેણે પોતાની બુદ્ધિ વડે આત્માને જાણી લીધો તે જીવ સ્વભાવને આંગણે આવી ગયો છે, પરંતુ આંગણે આવ્યા પછી પણ સ્વઘરમાં પ્રવેશીને સ્વભાવનો અનુભવ કરવા માટે અપૂર્વ પુરુષાર્થ અપેક્ષિત રહે છે. આત્મસ્વરૂપનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે, પરંતુ જ્યાં સુધી જીવ વિકલ્પોમાં અટકે ત્યાં સુધી અભેદ અનુભૂતિ થતી નથી. મેલા કપડાને ચોખ્ખું કરવા તેને સાબુ લગાડવામાં આવે છે, પછી તે સાબુને ધોવામાં આવે છે. જો સાબુ ધોવામાં ન આવે તો કાર્યસિદ્ધિ થાય નહીં. તેમ વિકલ્પ દ્વારા આત્માનો નિર્ણય કરવામાં આવે, મહિમા જગાડવામાં આવે અને પછી તમામ વિકલ્પોને શમાવવામાં આવે તો જ ચૈતન્યનો સ્વાદ લઈ શકાય છે. વિકલ્પ ચાલુ રહે તો ચૈતન્યનો સ્વાદ લઈ શકાતો નથી. જે જીવ વિકલ્પમાં જ અટકી રહે છે તેને અનુભવ થતો નથી. વિકલ્પો છૂટે ત્યારે જ અનુભૂતિ થાય છે.
સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાનો માર્ગ એ નિરંતર તત્ત્વમંથનની પ્રક્રિયા છે, પરંતુ માત્ર તત્ત્વમંથનરૂપ વિકલ્પોથી પણ આત્માનુભૂતિ પ્રાપ્ત થતી નથી, કારણ કે કોઈ પણ વિકલ્પ એવો નથી કે જે આત્માનુભૂતિ પ્રાપ્ત કરાવી શકે. વિકલ્પના આશ્રયે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતી નથી. વિકલ્પ વગરનું આત્મસ્વરૂપ વિકલ્પ વડે અનુભવમાં આવતું નથી, તેથી જિજ્ઞાસુ આત્મસ્વરૂપના વિકલ્પમાં પણ ન અટકતાં નિર્વિકલ્પ થઈને અભેદ ચૈતન્યનો અનુભવ કરવાનો અપૂર્વ પુરુષાર્થ કરે છે. અંતરની કોઈ અદ્ભુત ધારા ઉઅપણે ઊપડે છે ત્યારે સર્વ પ્રકારના વિકલ્પો શાંત થતા જાય છે અને ચૈતન્યરસ ઘૂંટાતો જાય છે. તે વખતે વિશુદ્ધિનાં અતિ સૂક્ષ્મ પરિણામોની ધારા વડે અંતરમાં ત્રણ કરણ થાય છે. એ ત્રણ કરણ દરમ્યાન જીવનાં પરિણામ સ્વરૂપમાં વધુ ને વધુ મગ્ન થતાં જાય છે. સર્વ વિકલ્પો છૂટતાં છૂટતાં અંતે હું જ્ઞાયક છું' એવો વિકલ્પ પણ સહેજે થંભી જાય છે અને નિર્વિકલ્પ દશા પ્રગટે છે. વિકલ્પને ઓળંગીને ઉપયોગ શુદ્ધ સ્વરૂપમાં લીન થઈ જાય છે. વિકલ્પોથી અત્યંત રિક્ત થઈ, જ્ઞાનસ્વભાવમાં તન્મયપણે પરિણમી તે પોતાને પરમાત્માપણે અનુભવે છે અને શુદ્ધ સમકિતની પ્રાપ્તિ કરે છે.
સ્વાનુભવમાં આત્મા જેવો છે તેવો સમ્યક સ્વરૂપે ખીલી ઊઠે છે. સ્વાનુભવની એ ધન્ય પળે જીવ અતીન્દ્રિય આનંદ અને નિરાકુળ શાંતિનું વેદન કરે છે. આત્માની અનુભૂતિ થતાં પોતાને આત્માના અભુત આનંદરસનો અનુભવ થાય છે. અનંત કાળમાં નહીં અનુભવેલો એવો રાગ વગરનો અપૂર્વ આત્મિક આનંદ તેમાં અનુભવાય છે. પહેલાં તે દુ:ખના ભડકામાં બળતો હતો. હવે દુઃખના એ ભડકામાંથી છૂટીને અપાર શાંતિ અનુભવે છે. તેને ચૈતન્યનો પરમ આનંદ મળે છે. એ આનંદના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org