________________
૪૭૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શુદ્ધ ચૈતન્ય છું; નિરંજન વીતરાગ સહજાનંદરૂપ સુખની હું અનુભૂતિમાત્ર છું; હું સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું, જાણવા યોગ્ય છું, પ્રાપ્ત થવા યોગ્ય છું' - આવા અસ્તિસ્વભાવના વિચારની મુખ્યતા વર્તે છે.
જિજ્ઞાસુ જીવ સ્વરૂપના ચિંતનમાં તલ્લીન થતો જાય છે. જેમ જેમ તેની વિચારધારા લંબાતી જાય છે, તેમ તેમ જ્ઞાનસ્વભાવ તરફનું તેનું બળ વધતું જાય છે. તે સ્વભાવના અત્યંત મહિમાપૂર્વક સ્વસમ્મુખ થતો જાય છે. તે બહિર્મુખતા ટાળી અંતર તરફ વળે છે. પરસંયોગ અને પરસંયોગના લક્ષે થતા ભાવોની અપેક્ષા છૂટતી જાય છે. સ્વભાવનું સાક્ષાત્ વંદન કરવા માટે તે એવો ઓતપ્રોત બની જાય છે કે કોઈ પણ સંયોગોમાં કે પરભાવોમાં તેને ચેન પડતું નથી. આત્માની અનુભૂતિ સિવાય બહાર બીજે કશે પણ તેનું લક્ષ ચોંટતું નથી. સ્વાનુભવ કરવા તે સંયોગો ઉપરથી લક્ષ હટાવીને, ક્ષણિક અવસ્થાઓ ઉપરથી લક્ષ હટાવીને ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ઉપર દૃષ્ટિનો દોર લગાવી દે છે, પોતાની દૃષ્ટિનો દોર ચૈતન્ય સાથે બાંધી દે છે. સંયોગો, વિકલ્પો વગેરે બધું ક્ષણિક છે અને પોતે ત્રિકાળી, શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે - આવા ધ્રુવ તત્ત્વમાં તે પોતાની દષ્ટિનો દોર બાંધે છે. પલટાતી વસ્તુમાં જોડાઈ જતી પોતાની પરિણતિને આ દૃષ્ટિના બળ વડે તે છૂટી પાડે છે. પોતાની દૃષ્ટિ ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં ટકે એવી આત્મજાગૃતિ રાખે છે.
તેની દષ્ટિ ધ્રુવ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી. જ્ઞાયક સિવાય કોઈને ગણકારતી નથી. તે જ્યાં જુઓ ત્યાં નિજજ્ઞાયકદેવ જ દેખાય છે. પ્રથમ તો હું જ્ઞાયક છું' એમ ઉપલકપણે અભ્યાસ શરૂ થયો હતો, પણ પછી એમાં ઊંડાણ વધતાં જ્ઞાયક સિવાય બીજું કંઈ રહે નહીં એવી દશા થાય છે. તેનો પુરુષાર્થ ઉગ્રપણે ઊપડે છે. ઉગ્ર પુરુષાર્થમાં સાતત્ય અને સહજતા રહે છે. તેને જ્ઞાયકનો બોધ નિરંતર જાગૃત રહે છે. દરેક કાર્ય કરતાં હું જ્ઞાયક છું' એવું લક્ષ સતત રહે છે. ખાતાં, પીતાં, ચાલતાં, બોલતાં, વિચારતાં તેને સતત જ્ઞાયકનું લક્ષ રહે છે. કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા તેને નડતી નથી. તેને સમય કે સ્થળ બાધા પહોંચાડી શકતાં નથી. તેને જ્ઞાયકનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. અંતરમાં જ્ઞાયકદ્રવ્ય ઉપર જોર આવતાં, આશ્રયમાં નિજજ્ઞાયકદ્રવ્યની જ અધિકતા રહેતાં નિર્મળતા વધતી જાય છે. આત્માના ચિંતનમાં તેનો ઉપયોગ એવો સૂમ થતો જાય છે કે બીજી કોઈ વસ્તુમાં તો તેને રસ નથી પડતો, પરંતુ સૂક્ષ્મ વિકલ્પો રહે તેમાં પણ ચેન નથી પડતું; તે વિકલ્પોથી છૂટીને સ્વભાવમાં જ એકમેક થવા માટે ઉપયોગને ફરી ફરીને અંતરમાં ઉતારવા મથે છે.
આત્માનુભૂતિ માટે સર્વ વિકલ્પોનો ત્યાગ કરવો આવશ્યક છે. આત્મસ્વરૂપ વિકલ્પરહિત છે. વિકલ્પ સહિત ત્યાં પ્રવેશ નથી. નિર્વિકલ્પ સ્વરૂપમાં પ્રવેશ કરવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org