________________
ગાથા-૧૧૦
૪૭૧ પૂર્વક સ્વરૂપનો નિર્ણય સ્પષ્ટપણે થાય છે. તેને આત્માનો અચિંત્ય મહિમા આવે છે. અનંત મહિમાવંત પરમ પદાર્થ એવા નિજપરમાત્મતત્ત્વનું ઉત્કૃષ્ટ માહાભ્ય પ્રગટ થતાં ઉપયોગ સ્વસમ્મુખ થાય છે. આમ, તે જીવ સમ્યકત્વસમ્મુખ થાય છે અને કોઈક ધન્ય પળે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. સદ્ગુરુ પ્રત્યે, તેમના અગણિત ઉપકારો પ્રત્યે તેને અંતરથી વારંવાર અહોભાવ ઊઠે છે, કારણ કે તેને અનુભવથી સમજાયું છે કે સગુરુના દિવ્ય સત્સમાગમ અને અપૂર્વ પ્રેરણા વિના પોતે કંઈ જ કરી શકવા સમર્થ ન હતો.
સમ્યકત્વની પ્રાપ્તિ પછી તે જીવની દશા જગતથી નિરાળી હોય છે. કોઈ કોઈ વાર તેઓ સ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઠરી જાય છે. સ્વરૂપમાં લીન થાય ત્યારે આત્માના અચિંત્ય અનંત ગુણપરિણમનનાં તરંગોને વેદે છે. એમ થતાં થતાં, સાધકધારા વધતાં વધતાં મુનિપણું આવે છે અને ક્રમે કરી શ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે. આમ, સદ્ગુરુની પ્રીતિ અને પ્રતીતિ એ મોક્ષમાર્ગનું બીજભૂત કારણ છે. તે આવ્યા પછી જીવને આત્મસ્વરૂપની ઓળખાણ અને લક્ષ થાય છે અને તે દ્વારા પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ થાય છે. આનાથી નિર્વિકલ્પ પરમાર્થ-અનુભવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અલ્પ કાળમાં થાય છે અને ત્યારે જીવનમાં અનંત પરિભ્રમણનો અંત આવે છે.
સદ્દગુરુની ઉપાસનાનું આવું મહતું ફળ છે, છતાં જીવ જો પોતાનાં મત-દર્શનનો મિથ્યા આગ્રહ છોડે નહીં તો સદ્દગુરુનો યોગ થવા છતાં તે આત્મકલ્યાણ સાધી શકતો નથી. અનાદિ અધ્યાસના કારણે જીવ જેના પ્રત્યે મમત્વ હોય તેનો પક્ષ લે છે. સામાન્ય વાતમાં પણ પોતાને જે વ્યક્તિ માટે મારાપણાનો ભાવ હોય તેનો પક્ષ ખેંચ્યા વગર જીવ રહી શકતો નથી; તો પછી પોતાનાં મત-દર્શન કે જેના માટે જીવને ખૂબ મમત્વ છે, જેમાં જીવને ધર્મબુદ્ધિ છે, એનો પક્ષ તો તે સહેજે લેવાનો જ, એનો આગ્રહ તો તે કરવાનો જ. આવા આગ્રહથી તેની મિથ્યા માન્યતાઓ દૃઢ થાય છે. જેમ રેશમના દોરાની ગાંઠ તેલવાળી થયા પછી એવી મજબૂત થઈ જાય છે કે તે ખોલવી અઘરી પડે છે, તેમ મિથ્યા માન્યતાની ગાંઠ આગ્રહરૂપી તેલથી એવી દૃઢ થઈ જાય છે કે તે આત્મકલ્યાણ સાધી શકતો નથી.
મત-દર્શનના આગ્રહથી જીવને અનેક પ્રકારે નુકસાન થાય છે. આગ્રહથી સિદ્ધાંત માટેની પ્રીતિ, વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, ઉદારતા, સરળતા, મધ્યસ્થતા આદિ ગુણો નાશ પામે છે. આગ્રહથી જીવના મનમાં ખોટા તરંગો ઊપજે છે. તેના ચિત્તની શાંતિ ડહોળાય છે. તે વિભમદશામાં પડે છે. આ ગ્રહ સાચી સમજણનો ઉપઘાત કરતો હોવાથી બોધનું ગ્રહણ થઈ શકતું નથી. જેમ રોગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે તથા ભારે ખોરાક પચી શકતો નથી, તેમ આગ્રહથી જીવની ચિંતનશક્તિ કુંઠિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org