________________
૪૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન જાય છે અને તે ઉત્તમ બોધરૂપ પરમાન પચાવી શકતો નથી. જેમ ખોરાક પચતો ન હોવાથી અજીર્ણ થાય છે, તેમ આગ્રહથી સગુરુ અને આગમ ઉપરની શ્રદ્ધામાં ભંગાણ પડે છે. આ ગ્રહના કારણે સદ્ગુરુ તથા સત્શાસ્ત્રનાં આશાતના, અનાદર, અવિનયાદિ થાય છે. મત-દર્શનના આગ્રહરૂપી શલ્યના કારણે તેને સદ્ગુરુની વાતનો સ્વીકાર નથી થતો તથા તેમની આજ્ઞાનું યથાર્થ પાલન થતું નથી. તે ગુરુ પાસે જાણતાં-અજાણતાં પોતાના આગ્રહોનું સમર્થન મેળવવા જ જતો હોય છે. તેને પોતાની આગ્રહયુક્ત સમજણનું મિથ્યાભિમાન હોય છે.
આગ્રહ જીવના પરમાર્થમાર્ગનો મોટો રિપુ છે. શત્રુ જેમ સર્વનાશ કરવા સદા તત્પર હોય છે, તેમ જીવનો આ આગ્રહરૂપ ભાવશત્રુ ચિત્તશુદ્ધિનો દ્વારા કરી સર્વનાશ કરવા સદા તત્પર રહે છે. આ ગ્રહના ભાવમાં મુમુક્ષુતા ટકી શકતી નથી. આગ્રહ અને મુમુક્ષુતામાં અંધકાર અને પ્રકાશ જેવો ભેદ છે. જેમ અંધકાર હોય ત્યાં પ્રકાશ હોઈ જ ન શકે, તેમ આગ્રહ હોય ત્યાં મુમુક્ષતા સંભવી શકે જ નહીં. જ્યાં આગ્રહ હોય ત્યાં મુમુક્ષુતા આવી શકતી જ નથી. આગ્રહ જીવનું પારાવાર અકલ્યાણ કરે છે. આગ્રહના કારણે જીવ આત્મપ્રાપ્તિને યોગ્ય એવાં શુભ નિમિત્તો મળવા છતાં મોક્ષ પામવાને બદલે સંસારપરિભ્રમણ જ કરતો રહે છે.
અનાદિ કાળના સંસારપરિભ્રમણ દરમ્યાન જીવે અનંત વાર તીર્થંકર ભગવાનની દેશના સાંભળી છે, છતાં પણ પોતાના આગ્રહના કારણે ત્યાંથી કોરીધાકોડ પાછો આવ્યો છે. તીર્થકર ભગવાન પાસે પણ તેણે પોતાની મિથ્યા માન્યતા અકબંધ જાળવી રાખી છે. ત્રણ લોકના નાથની દિવ્ય ધ્વનિ વહે ત્યારે સ્વરૂપાનંદી મુનિ ભગવંતો એમનો પડ્યો બોલ ઝીલી લે, તેવા સ્થળે પણ તે પોતાની મિથ્યા માન્યતા ટકાવી રાખે છે. શ્રીમદ્ લખે છે –
મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મતૃપ્રાપ્તપુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.
આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં.'
અજ્ઞાની જીવને આગ્રહ લાભદાયક લાગતો હોવાથી, આગ્રહને ધર્મની દૃઢતા માનતો હોવાથી તે આગ્રહ ટાળવાનો ઉપચાર તો કરતો નથી અને ઉપરથી તેને પોષે છે. આગ્રહથી લાભ થાય છે, ધર્મ સધાય છે એવી ભ્રાંતિના કારણે તે આગ્રહરૂપ દોષને પોષે છે. જ્યારે જીવને આગ્રહની કુરૂપતા ઓળખાઈ જાય છે ત્યારે તે એને ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૮૨ (પત્રાંક-૪૬૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org