________________
ગાથા-૮૭
૧૭ (૧) પ્રથમ વિકલ્પ છે કે શું આત્મા પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી તેને કર્મ બંધાય છે? આ વાત બરાબર નથી, કેમ કે કોઈ હેતુ વિના આત્મા ઉત્પન્ન થાય જ કઈ રીતે? ઉત્પત્તિનું કારણ તો જોઈએને? કર્મથી પહેલાં આત્માની ઉત્પત્તિ ઘટી શકતી નથી, કારણ કે ખરશંગની જેમ તેનું કોઈ કારણ નથી. જો આત્માની ઉત્પત્તિ નિર્દેતુક માનવામાં આવે તો તેનો વિનાશ પણ નિહેતુક માનવો જોઈએ.
આમાં કોઈ કહે કે જીવ તો અનાદિસિદ્ધ છે, તેથી તે વિષે ઉત્પત્તિનો વિચાર જ અસ્થાને છે; તો તેનું સમાધાન એ છે કે જીવ જો અનાદિસિદ્ધ હોય તો પછી તેનો કર્મ સાથેનો સંયોગ થઈ શકે નહીં, કારણ કે તે સંયોગો થવા માટે કોઈ કારણ છે જ નહીં. જીવને પછીથી બંધ થવામાં કોઈ પણ હેતુ સિદ્ધ થતો નથી અને જો કારણ વિના પણ જીવને કર્મસંયોગ માનવામાં આવે તો પછી મુક્ત જીવને પણ કર્મબંધ ફરી થવો જોઈએ. જો આત્મા પ્રથમ શુદ્ધ જ હતો, પણ અમુક વખત પછી આત્માને કર્મનું બંધન થયું એમ માનવામાં આવે તો તેનો અર્થ એ થયો કે મુક્ત દશાને પામેલા શુદ્ધ આત્માઓ પણ આવા ભાવિ કર્મબંધથી ખરેખર તો મુક્ત નથી; અને જો મુક્ત પણ ફરી બંધને પ્રાપ્ત થતા હોય તો લોકો એવી મુક્તિમાં શા માટે શ્રદ્ધા રાખે? એવી મુક્તિ માટે શા માટે પુરુષાર્થ કરે? માટે જીવમાં અહેતુ બંધ માની શકાય નહીં.
વળી, જો જીવને બંધ જ ન માનવામાં આવે તો તે નિત્યમુક્ત જ કહેવાય અથવા તો જો તેને બંધ જ ન હોય તો તે મુક્ત પણ કેવી રીતે કહેવાય? કારણ કે મોક્ષવ્યવહાર બંધસાપેક્ષ જ છે. જેમ આકાશને બંધ નથી તો તેનો મોક્ષ પણ નથી, તેમ જીવને જો બંધ ન હોય તો તેનો મોક્ષ પણ ન જ હોય. વળી, કર્મબંધ પાછળથી થયો એમ માનવામાં આવે તો પ્રથમ આત્મા શુદ્ધ હોવાથી અને શુદ્ધ આત્માને બંધના હેતુનો અભાવ હોવાથી, તેને બંધ થઈ શકતો નથી અને તેથી તેને મોક્ષનો પણ અભાવ થાય છે. આ પ્રકારે જીવને કર્મથી પહેલાં માનવામાં બંધ-મોક્ષવ્યવસ્થા ઘટી શકતી નથી. (૨) બીજો વિકલ્પ છે કે શું આત્મા ઉત્પન થાય તે પૂર્વે જ કર્મ ઉત્પન્ન થાય છે અને તે કર્મથી આત્મા બંધાય છે? આમ માની શકાય નહીં, કારણ કે આ તો તદ્દન અસંગત બીના છે. જીવથી પહેલાં કર્મની ઉત્પત્તિ સંભવતી નથી, કારણ કે જીવને જ કર્મનો કર્તા માનવામાં આવે છે. હવે જો કર્તા ન હોય તો કર્મ કેવી રીતે થાય? આત્માની પૂર્વે જો કર્મ માનવામાં આવે તો તે સંભવિત નથી, કારણ કે તે વખતે તો કર્તાનો અભાવ છે. વળી, જે કરાય તેનું નામ કર્મ એવી વ્યુત્પત્તિનો પણ વિરોધ આવે છે. આત્માના કર્તુત્વના કારણે જ કર્મમાં કર્મત્વ આવે છે. હવે આત્મા જ ન હોય ત્યારે કર્તુત્વ વિના કર્મ જેવી કોઈ વસ્તુ હસ્તી ધરાવી શકે જ નહીં; અને કર્મ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org