________________
ગાથા-૧૦૮
૪૨૯
વેગે દોડતા પ્રેમપ્રવાહને શાસ્ત્રીય પરિભાષામાં સંવેગ કહેવાય છે. પંડિત શ્રી રાજમલજી કહે છે કે ધર્મમાં તથા ધર્મના ફળમાં આત્માના પરમ ઉત્સાહને સંવેગ કહેવાય છે અથવા ધાર્મિક પુરુષોમાં અનુરાગ તથા પંચ પરમેષ્ઠીમાં પ્રીતિ રાખવાને પણ સંવેગ કહેવાય છે. આમ, મોક્ષ પ્રત્યે ગમન કરવાના અદમ્ય ઉત્સાહરૂપ “માત્ર મોક્ષઅભિલાષ' તે જિજ્ઞાસુનું બીજું લક્ષણ છે. (૩) “ભવે ખેદ'
જિજ્ઞાસુ જીવને ભવનો ખેદ હોય છે. જીવ અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક સહિત જીવ ભવચક્રમાં ભમ્યા કરે છે. જન્મ, જરા, મરણ, સંયોગ, વિયોગ વગેરે અનેક પ્રકારનાં દુઃખોની બહુલતા જોઈને જિજ્ઞાસુ જીવના અંતરમાં ભવનો ઉદ્વેગ જાગી ચૂક્યો હોય છે. સ્વરૂપના ભાન વિના ક્ષણે ક્ષણે પરભાવમાં રાચવારૂપ ભવભ્રમણનો તેને થાક લાગે છે અને આ ભવભ્રમણનો અંત લાવવાની તેને તીવ્ર ઇચ્છા રહે છે. શ્રીમદ્ લખે છે –
‘આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું;
જિજ્ઞાસુ જીવને ભૌતિક જીવનની પોકળતા અને નિઃસારતા સમજાઈ હોવાથી સંસાર, દેહ અને ભોગ પ્રત્યેના તેના અભિગમમાં પલટો આવે છે. તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે. તેને સત્ તરફ રુચિ થવાથી સમસ્ત સંસાર તરફની રુચિ ઊડી જાય છે. સંસારના સ્વરૂપનું વિચારપૂર્વક નિરીક્ષણ કરતાં તેને એમાં જરા પણ સુખ-સમાધિ આદિ લાભ નથી દેખાતો, પણ જન્મ, જરા, મરણ, રોગ, શોક વગેરેથી તથા આધિવ્યાધિ-ઉપાધિથી સંપૂર્ણપણે વ્યાપક હોવાથી દુ:ખના ધામરૂપ એવો સંસાર અસાર જણાય છે. તેને સંસાર અનંત દુ:ખમય, અનંત ખેદમય, અવ્યવસ્થિત, ચળ-વિચળ તથા અનિત્ય ભાસે છે. તેને સંસારવાસ ભાલાની અણી સમાન લાગે છે. તે જાણે છે કે શરણ અને નિર્ભયપણાથી નિરંતર રહિત એવા આ સંસારને વિષે એક પછી એક પ્રાણી મરતાં જ જાય છે. મરણ પાસે પ્રાણીને કોઈ શરણરૂપ નથી. તેથી તે જે ભાવથી જન્મ-મરણ મળે છે તે ભાવને જ ટાળી દેવા માંગે છે. તે સ્વભાવનું શરણ સ્વીકારી વિભાવને ટાળવા માંગે છે. તે પોતાના અવિનાશી આત્માનું શરણ અંગીકાર કરે છે. તે અશરણ ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૪૩૧
'संवेगः परमोत्साहो धर्मे धर्मेफले चितः ।
सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्टिषु ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫ (ભાવનાબોધ, ઉપોદઘાત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org