________________
૪૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સંસારમાં એક ક્ષણ પણ રહેવા ઇચ્છતો નથી.
દેહના સ્વરૂપનું ચિંતન કરતાં જિજ્ઞાસુ જીવને દેહમાંથી આસક્તિ ઘટે છે. આત્મા સાથે દેહ સંયોગ સંબંધે જોડાયેલો છે અને તે સંયોગ ક્ષણભંગુર હોવાથી જિજ્ઞાસુને દેહમાં મમત્વ કરવા જેવું કાંઈ લાગતું નથી. તે જાણે છે કે દેહ રોગનો ભંડાર છે. તેના સાડા ત્રણ કરોડ રોમમાં, પ્રત્યેક રોમે પોણા બે રોગ વસેલા છે. ચામડીના કારણે તે ઉપરથી રૂપાળો લાગે છે, પણ તેનું બંધારણ તો મળ, મૂત્ર, હાડ, માંસ, લોહી, પરુ અને શ્લેખથી બનેલું છે. નિંદનીય વસ્તુઓનો સમુદાય હોવાથી જિજ્ઞાસુ જીવને તે અપવિત્ર અને અરમણીય ભાસે છે. તે વિચારે છે કે “આ દેહ તો કૃતઘ્ન છે. આ દેહની ગમે તેટલી સેવા કરીએ તોપણ તે રોગ-દુઃખ વગેરે ઉપજાવનાર છે. દેહ વિનાશી છે, હું અવિનાશી છું. બન્નેમાં અત્યંત વિલક્ષણતા છે. હું એનો નથી અને એ મારો નથી. આવા દેહમાં શું મમતા કરવી? હવે તો મને કદી પણ દેહ ન મળો એવી જ મારી ઇચ્છા છે.' જિજ્ઞાસુ જીવ શરીરની અપાવન કેદમાંથી આઝાદ થઈ અશરીરી થવા માંગે છે. તેને તો બીજું શરીર ધારણ કરવું જ હોતું નથી.
જિજ્ઞાસુ જીવનું વલણ ભોગાભિમુખ ન રહેતાં આત્માભિમુખ બને છે. ભોગસંપત્તિ તો વીજળી અને ઇન્દ્રધનુષ સમાન ચંચળ છે. આવું ક્ષણિક સુખ મેળવવા જતાં અનંત આત્મિક સુખ પ્રાપ્ત કરવાનું રહી જાય છે. ભોગસામગ્રીથી પ્રાપ્ત થતું સુખ ઇન્દ્રિયજન્ય, પરાધીન, આકુળતાયુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત છે; જ્યારે આત્મિક સુખ તો અતીન્દ્રિય, સ્વાધીન, નિરાકુળ, સંતોષકારક, સ્થિર અને અવિનાશી છે. લક્ષ્મી, કુટુંબ, પરિવાર, અધિકાર વધવાથી આત્માનાં સુખમાં કોઈ પણ પ્રકારે વૃદ્ધિ થતી નથી; પરંતુ આ સર્વ પ્રત્યેના મોહથી ચોર્યાસી લાખ યોનિમાં જન્મ-મરણના ફેરાની વૃદ્ધિ થાય છે, માટે જિજ્ઞાસુ જીવને ભોગસામગ્રી પ્રત્યે રુચિ રહેતી નથી. તેને વૈભવ આદિમાં સુખ ભાસતું નથી. તેને નિશ્ચય થઈ ગયો છે કે સુખ પરમાંથી આવતું નથી. સુખ તો પોતાના આત્મામાં જ છે.
આ પ્રમાણે, જિજ્ઞાસુ જીવને સંસાર, દેહ અને ભોગ પ્રત્યે વૈરાગ્ય પ્રગટે છે. તેને ભવનો ખેદ વર્તે છે. તેને ભવભ્રમણનો થાક લાગે છે. ભવના દુઃખથી ઉદ્વિગ્ન થવાથી તેને ભવનો અંત કેવી રીતે આવી શકે એ માટે જિજ્ઞાસા થાય છે. આત્માથી જીવ સમસ્ત સંસારપ્રવૃત્તિઓની પાર પહોંચીને નિર્વિકાર અને પરમાનંદસ્વરૂપ નિજ પરમાત્મામાં સ્થિત થવાની ઇચ્છા કરે છે. આને શાસ્ત્રીય પરિભાષામાં નિર્વેદ કહેવાય ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિશતિઃ', અધિકાર ૯, શ્લોક ૧૭ 'संप्रत्येतदशेषजन्मजनकव्यापार
પરિસ્થિત स्थातं वाञ्छति निर्विकारपरमानन्दे त्वयि ब्रह्मणि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org