________________
૪૨૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ."
જિજ્ઞાસુ જીવના અંતરમાં અહર્નિશ મોક્ષની ભાવનાનું રટણ ચાલતું હોય છે. ‘અહો! મારું મોક્ષરૂપી કાર્ય કઈ રીતે થાય? મને મારા આત્માનો અનુભવ કેવી રીતે થાય?' એવી ભાવના તે નિરંતર ભાવે છે. આ ભાવનામાં પણ તેને ખૂબ આનંદ વેદાય છે. તે મોક્ષની યાત્રાની તૈયારીમાં જ ધન્યતા અનુભવે છે. યાત્રાધામ ઘણું દૂર છે, યાત્રા લાંબી છે, હજુ ઘણું ચાલવાનું છે; પણ અત્યારથી જ અંતરમાં આનંદ છે, ઉત્સાહ છે. તે વિચારે છે કે “અત્યારે આટલો આનંદ છે તો મોક્ષધામમાં પહોંચતાં તો કેટલો હશે! પ્રતીક્ષામાં આટલો આનંદ છે તો પ્રાપ્તિમાં કેટલો હશે! સાધનામાં આટલો ઉમંગ છે તો સિદ્ધિમાં કેટલો હશે! મોક્ષની ભાવનામાં જો અંતર ઝૂમી ઊઠે છે તો મોક્ષ મળશે ત્યારે કેવું મહાસુખ પ્રાપ્ત થશે!' જિજ્ઞાસુને મોક્ષ ક્યારે પ્રાપ્ત થશે એની ખબર નથી, પણ એ પ્રાપ્ત થશે એ વિચારમાત્રથી તેનું હૃદય નાચી ઊઠે છે. તેને મોક્ષપ્રાપ્તિ માટે અત્યંત આતુરતા થાય છે. મોક્ષ ક્યારે મળશે એની ઝંખના થાય છે. તેને મોક્ષ વિના ચાલે એમ નથી. જિજ્ઞાસુના હૃદયમાં મોક્ષ માટે આવો ઉમંગ હોય છે.
એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોવાથી જિજ્ઞાસુ જીવને બીજા કશાની અભિલાષા હોતી નથી. જિજ્ઞાસુ જીવને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા હોય છે, પણ કોઈ પણ પ્રકારના ભોગોની અભિલાષા નથી હોતી. તેને સાંસારિક ફળની આકાંક્ષા નથી હોતી. તેને સંસારની કોઈ પણ સિદ્ધિની કામના રહેતી નથી. કોઈ ઊંચા હોદ્દા આદિની તેને ખેવના રહેતી નથી. તે સમૃદ્ધિ, સામાજ્ય આદિ સાધવા નથી માંગતો, પણ સ્વરૂપને સાધીને શિવપુર સાધવા માંગે છે. તેને ધનાદિ ઇષ્ટ સંયોગોની પ્રાપ્તિ પ્રયોજનભૂત નથી લાગતી. લક્ષ્મી-અધિકાર વગેરે જગતની જંજાળથી તે દૂર રહેવા ઇચ્છે છે. જગતની જંજાળની ચિંતા આડે જેને આત્માના વિચારનો પણ અવકાશ નથી તેનું જીવન નકામું ચાલ્યું જાય છે; પરંતુ જિજ્ઞાસુ જીવને જગતની જંજાળની ચિંતાનો વળગાડ છૂટીને, લક્ષ્મી વગેરે પરિગ્રહની તૃષ્ણા છૂટીને માત્ર મોક્ષની અભિલાષા વર્તતી હોય છે. તે જગતની બધી ઇચ્છાઓ, તૃષ્ણાઓ છોડી મોક્ષની અભિલાષામાં જ સદા રત રહે છે.
| વિશ્વમાં શું સારું છે, સાચું છે, ઉપાદેય છે તે જિજ્ઞાસુને સમજાઈ ગયું હોવાથી તેની પ્રાપ્તિના માર્ગે ચાલીને પોતાનું કલ્યાણ સાધવાની ઉત્કટ અભિલાષા સેવે છે. મોક્ષપ્રાપ્તિ જ તેનું એકમાત્ર ધ્યેય છે અને સ્વાભાવિક રીતે જ તેને તે ધ્યેયને વરેલા એવા મોક્ષપ્રાપ્ત આત્માઓ તેમજ મોક્ષપ્રાપ્તિના પ્રયત્નમાં ઉદ્યમવંત આત્માઓ પ્રત્યે પ્રીતિ-ભક્તિ હોય છે. મોક્ષ તેમજ મોક્ષપ્રાપ્ત અને મોક્ષકામી આત્માઓ પ્રત્યેના આ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૫૮ (પત્રાંક-૭૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org