________________
ગાથા-૧૦૭
૪૦૭ ક્ષત્રિય હોય, શ્રી જંબુકુમાર જેવા વૈશ્ય હોય કે શ્રી હરિકેશી જેવા ચાંડાલ હોય.
આમ, દેહની અપેક્ષાએ જાતિના બાહ્મણ આદિ ચાર ભેદ પડે છે, પરંતુ આત્માની અપેક્ષાએ તો સર્વ જીવ એક ચૈતન્યજાતિના જ છે અને તે ચૈતન્યજાતિને ઓળખવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી તો બહ્મ (આત્મા) જાણે તે બ્રાહ્મણ છે, રાગાદિ આંતર શત્રુઓનો નાશ કરે તે ક્ષત્રિય છે, આત્મહાનિ ત્યજી આત્મલાભનો વ્યાપાર કરે તે વૈશ્ય છે અને અંતરમલનું શોધન કરે તે શૂદ્ર છે.
આ જ પ્રમાણે સ્ત્રી, પુરુષ, નપુંસક વગેરે ભેદો પણ શરીરાશ્રિત છે અને મોક્ષ તો આત્માને આશ્રિત હોવાથી સ્ત્રી-પુરુષ-નપુંસક જાતિનો આગ્રહ રાખવા યોગ્ય નથી. યથાર્થ આરાધના થાય તો સ્ત્રી-પુરુષ-નપુંસક ગમે તે જાતિમાં મોક્ષ સંભવે છે, કેટલાક આ તથ્યનો સ્વીકાર નથી કરતા. તેઓ સ્ત્રી તથા નપુંસકની મુક્તિનો નિષેધ કરે છે. તેઓ માને છે કે સ્ત્રી જાતિમાં કે નપુંસક જાતિમાં મોક્ષ ન થાય, ઉત્તમ પુરુષ જાતિમાં જ મોક્ષ થાય. પરંતુ જાતિ ઉપર દષ્ટિ એ તો દેહ ઉપર દૃષ્ટિ છે. દેહાશ્રિત જાતિને મોક્ષપ્રાપ્તિ સાથે જોડનાર તો દેહદૃષ્ટિવાળો છે. તેને સ્વસ્વરૂપનો મહિમા નથી. આત્માર્થીની દૃષ્ટિ શરીર ઉપર હોતી નથી. તેઓ શરીરથી ભિન્ન પોતાના અસ્તિત્વને જાણે છે, તેથી તેઓ શરીરાશ્રિત જાતિનો આગ્રહ કરતા નથી. સ્ત્રી-નપુંસકનો મોક્ષ ન થાય એવાં કથનો અનેક જૈન ગ્રંથોમાં મળે છે. તેનો પરમાર્થ સમજાવતાં શ્રી સહજાનંદઘનજી (પૂ. ભદ્રમુનિ) લખે છે કે –
આધ્યાત્મિક ન્યાયમાં બહિરાભા નપુંસક છે, અંતરાત્મા સ્ત્રી, અને પરમાત્મા પરમ પુરુષ છે. અંતરાત્માની સાવરણ છદ્મસ્થ અવસ્થા પોતાના અસલી રૂપને છુપાવીને રાખે છે. અતઃસકપટ (ક = ખરાબ, પટ = પડદો) છે તે સ્ત્રીસ્વભાવ છે. તેવી અવસ્થામાં આયુ પૂર્ણ જો થાય તો તેને મોક્ષ કઈ રીતે શક્ય છે? માટે તેની ના કહી. તો પછી નપુંસકની તો વાત જ શી ? માટે પરમ પુરુષનો જ મોક્ષ સંભાવ્ય છે.”
આમ, મોક્ષનું સાચું સાધન તો રત્નત્રયરૂપ ધર્મ છે, દેહાશ્રિત એવી બાહ્મણાદિ કે પુરુષાદિ જાતિના આગ્રહથી મોક્ષ નથી. દેહાશ્રિત જાતિ એ કંઈ મોક્ષનું કારણ નથી, પણ દેહદૃષ્ટિ છોડીને સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને જે આરાધે છે તે દેહાતીત મુક્તિને પામે છે. જેઓ મુક્તિ માટે જાતિનો આગ્રહ રાખે છે, જાતિને મુક્તિનું કારણ માને છે, તેઓ સંસારથી છૂટતા નથી. જાતિનો આગ્રહ મોક્ષનું કારણ નથી, પણ સંસારપરિભ્રમણનો હેતુ છે. તેથી જીવે જાતિ સંબંધી આગ્રહ છોડીને મોક્ષની યથાર્થ આરાધના કરવી જોઈએ. ૧- શ્રી સહજાનંદઘનજી, ‘પત્રસુધા', પૃ.૧૬ (પત્રાંક-૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org