________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
૪૦૮
(૨) ‘વેષ'
વેષ એ બાહ્ય ચિહ્ન છે, વ્યવસ્થા જાળવવા માટે તે જરૂરી છે. તેના વડે સાંપ્રદાયિક ઓળખાણ થઈ શકે છે, જ્યારે ચારિત્ર તો આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ છે. ચારિત્રમાં વેષનો ભેદ નથી. વીતરાગમાર્ગ બાહ્ય વેષને આશ્રિત નથી. સામાન્યપણે જ્યારે ધર્મની ચર્ચા-વિચારણા કરવામાં આવે છે ત્યારે ઘણું કરીને બાહ્ય વેષને જ ચારિત્ર સમજી લેવામાં આવે છે, પરંતુ ચારિત્રનો સંબંધ કોઈ એવા મહત્ત્વપૂર્ણ તત્ત્વ સાથે છે કે જે ઉપાસ્ય હોય, આશ્રય કરવા યોગ્ય હોય, જેના આશ્રયે ધર્મ પ્રગટ થાય. જે અનંત સુખ-શાંતિનો આશ્રય બની શકે તે કોઈ મહાન ચેતનતત્ત્વ જ હોઈ શકે, જડતત્ત્વ નહીં. ચારિત્રને બાહ્ય વેષ પૂરતો મર્યાદિત કરી શકાય નહીં. તેને બાહ્ય વેષ પૂરતો મર્યાદિત કરવો એ મોટી ભ્રાંતિ છે.
-
વિવેચન
વાસ્તવિક ધર્મ આત્માશ્રિત છે, બાહ્ય વેષને આશ્રિત નહીં. બાહ્ય વેષ જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધે પરિણામવિશુદ્ધિ માટે સહાયકારી છે, પરંતુ બાહ્ય વેષ અને ધર્મને કારણ-કાર્ય સંબંધ નથી. બાહ્ય વેષ ગ્રહણ કરવામાત્રથી ધર્મ થઈ જતો નથી. ધર્મનો સંબંધ પરિણામવિશુદ્ધિ સાથે હોવાથી ગમે તે વેષમાં મોક્ષ થઈ શકે છે, તેથી બાહ્ય વેષનો આગ્રહ રાખવો યોગ્ય નથી. બાહ્ય વેષ સંબંધી આગ્રહ છોડીને જીવ જ્યારે સ્વરૂપમાં ઠરે છે ત્યારે જ તેની મુક્તિ થાય છે.
Jain Education International
આત્માર્થા જીવને મોક્ષમાર્ગનો યથાર્થ નિર્ણય થયો હોવાથી તે સાંપ્રદાયિક વેષનો આગ્રહ કરતો નથી. તે જાણે છે કે બાહ્ય વેષ એ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, માટે બાહ્ય વેષનો આગ્રહ છોડીને તે રત્નત્રયની ઉપાસનામાં જ તત્પર રહે છે. પરંતુ જે જીવને મોક્ષમાર્ગની સમજણ નથી, તે ધર્મને વેષ-આશ્રિત માની બેસે છે. તે વેષને મોક્ષનું કારણ માને છે. તે અંતરમાં ચૈતન્યતત્ત્વની આરાધના તો કરતો નથી અને અમુક પ્રકારનો વેષ હોય તો જ મોક્ષ થાય એમ માની તેનો આગ્રહ કરે છે. આવી દેūષ્ટિ સંસારનું કારણ બને છે. વેષમાં આગ્રહ કરનારને દેહભાવના રહ્યા કરે છે, તેથી ફરી ફરી દેહ ધારણ કરી સંસારપરિભ્રમણ કર્યા કરે છે. આ અંગે આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ‘સમાધિતંત્ર’માં લખે છે કે ‘લિંગ દેહને આશ્રિત જોવામાં આવે છે. દેહ જ આત્માનો ભવ (સંસાર) છે. તેથી જેઓ લિંગના આગ્રહી છે તેઓ સંસારથી મુક્ત થતા નથી.'૧
જટા, શ્વેત વસ્ત્ર, નગ્નપણું આદિ અમુક ચિહ્ન શરીર ઉપર ધારણ કરવાં તે ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૮૭
'लिङ्ग देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः 1 न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org