________________
૪૦૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મહિમા માને છે, જાતિને મોક્ષમાં કારણભૂત માને છે. તેને પોતાનો શુદ્ધ સ્વભાવ ઉપાદેયરૂપ ભાસતો નથી. તેને દેહની જ મુખ્યતા રહેતી હોવાથી મોક્ષ માટે દેહને આશ્રિત એવી જાતિનો તેને આગ્રહ રહે છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીએ સમાધિતંત્ર'માં પ્રકાણ્યું છે કે “જાતિ શરીરને આશ્રિત જોવામાં આવે છે અને દેહ જ આત્માનો ભવ (સંસાર) છે, તેથી જેમને મુક્તિની પ્રાપ્તિ માટે જાતિનો હઠાગ્રહ છે તેઓ સંસારથી મુક્ત થતા નથી.' ૧
દેહાધ્યાસના કારણે જીવને ‘હું દેહ છું' એવી ઊંધી માન્યતા ગાઢ થાય છે, જેમાંથી બીજી અનેક ઊંધી માન્યતાઓ ઉત્પન્ન થાય છે, પુષ્ટ થાય છે. હું ક્ષત્રિય છું', ‘હું બ્રાહ્મણ છું' વગેરે અનેક ઊંધી માન્યતાઓ દઢ થતી જાય છે અને તેના આધારે પ્રવર્તન પણ ખોટું થતું રહે છે. આત્મસ્વરૂપની સમજણ અને મહિમાના અભાવે, અજ્ઞાની જીવ ધર્મને પણ દેહાશ્રિત માનવા લાગે છે. આત્માની મુખ્યતા ન હોવાથી દેહાશ્રિત જાતિને મોક્ષમાં કારણભૂત ગણી જાતિનો આગ્રહ કરવામાં ધાર્મિકતા માને છે અને તેમાં જ રત રહે છે.
જો રથમાં એક ઘોડો અને એક ગધેડો જોડવામાં આવે તો તે રથ ચાલી શકતો નથી. એવી જ રીતે કોઈ ઇચ્છે કે “મને મોક્ષ મળે’, ‘શાંતિ મળે', ‘સમાધિસુખ મળે'; અને સાથે તે જાતિનો આગ્રહ કરે તો તેને મોક્ષ કઈ રીતે મળે? મોક્ષ માટે તો દેહનું મમત્વ છોડવું જોઈએ, તેને બદલે તે તો દેહાશ્રિત જાતિનો આગ્રહ કરી દેહનું મમત્વ વધારે છે. જેની દષ્ટિ જાતિ ઉપર છે અને જે જાતિનો આગ્રહ કરે છે તે સ્વભાવની દૃષ્ટિ કરી શકતો નથી. જ્યાં સુધી સાચી માન્યતાનો સ્વીકાર કરે નહીં, જાતિથી ભિન્ન નિજ અસંયોગી સ્વભાવનો આદર કરે નહીં, ત્યાં સુધી સમ્યગ્દર્શન પામવાની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. આગ્રહના કારણે તેનું જીવન તેના જ હાથે ગાઢ અંધકારમાં ડૂબે છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર દષ્ટિ તે જ સુખનો માર્ગ છે. મુમુક્ષુ જીવે પોતાના શુદ્ધ આત્મસ્વભાવને જાતિ આદિ સર્વથી જુદો જાણી, તેનું અનુસંધાન કરવું જોઈએ.
જે જીવ પોતાની ચૈતન્યજાતિને ઓળખે છે તથા દેહાશ્રિત જાતિ અને કુળના વિકલ્પો છોડીને પોતાના ચૈતન્યસ્વરૂપની આરાધના કરે છે, તે જીવ અવશ્ય મોક્ષને પામે છે. શરીર અને આત્માનું ભેદજ્ઞાન પ્રગટાવનાર જીવ ગમે તે જાતિમાં હોય છતાં મોક્ષે જાય છે, પછી તે શ્રી ગૌતમસ્વામી જેવા બાહ્મણ હોય, શ્રી અભયકુમાર જેવા ૧- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૮૮
'जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org