________________
૩૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન માન્યતાઓમાં ન ગૂંચવાતાં તે સાધનાપદ્ધતિથી રાગ-દ્વેષ ઘટે છે કે નહીં તેની યોગ્ય ચકાસણી કરવી જોઈએ. કોઈ પૂર્વનિર્ધારિત માન્યતા કે આગ્રહ વિના તે સાધનાપદ્ધતિનું યથાર્થ મૂલ્યાંકન કરવું જોઈએ. રાગ-દ્વેષનો નાશ થાય છે કે નહીં એ માપદંડથી “આ સાધનાપદ્ધતિ યોગ્ય છે કે અયોગ્ય છે' તે નક્કી કરવું જોઈએ. મોક્ષમાં કારણભૂત એવા રાગ-દ્વેષનો નાશ જે દ્વારા થાય તે સાધનાપદ્ધતિ અપનાવવી જોઈએ. પ્રદર્શનનું અને નય-નિક્ષેપનું ઊંડું જ્ઞાન ધરાવનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘ઉપદેશરહસ્ય' ગ્રંથના ઉપસંહારમાં સમગ્ર જિનાજ્ઞાનો નિષ્કર્ષ આપતાં કહ્યું છે કે ‘વધારે શું કહીએ? જિનાજ્ઞા આટલી જ છે કે જે જે દ્વારા જીવ રાગ-દ્વેષમાંથી છુટકારો મેળવી શકતો હોય એમાં એમાં તેણે પ્રવર્તવું.' ૧ શ્રી આનંદઘનજી મહારાજ મુનિસુવ્રતસ્વામી ભગવાનના સ્તવનમાં લખે છે –
વળતું જગગુરુ ઇણિપેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ પખ વજિત, આતમશું રઢ મંડી. આતમ ધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈસમેં નાવે;
વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે.” અહીં તેઓ ફરમાવે છે કે મતનો સઘળો આગ્રહ છોડીને, રાગ-દ્વેષ-મોહનો પક્ષ છોડીને, આત્માની સાથે પ્રીતિ માંડીને એટલે કે આત્મામાં લય લગાડીને આત્મધ્યાન કરવું. જે કોઈ આત્મધ્યાન કરે છે તે ફરીથી સંસારમાં આવતો નથી. આત્મધ્યાન સિવાય બીજું કંઈ ઉપયોગી નથી, માટે પ્રયોજનભૂત તત્ત્વોને મનમાં ચિંતવવાં જોઈએ અને બીજાં સઘળાંને માત્ર વાજાળરૂપે જાણી તજવાં જોઈએ. આમ, તેમણે રાગ, દ્વેષ અને મોહને તજવાની તથા આત્માનું ધ્યાન કરવાની ભલામણ કરી છે.
આત્માની ઓળખાણ કરીને તેના ધ્યાનમાં એકાગ્ર થવું તે ધર્મ છે અને આનંદમૂર્તિ આત્માને ભૂલી રાગ-દ્વેષ-મોહમાં એકાગ્ર થવું તે અધર્મ છે. હું શરીરથી જુદો છું, શુભાશુભ લાગણી પણ મારાથી ભિન્ન છે, તે મારો સ્વભાવ નથી, હું તેને જાણનારજોનાર જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી પરમાત્મા છું' એમ આત્માના મહિનામાં એકાગ્ર થવું તે ધર્મ છે અને આત્માનો મહિમા ભૂલીને રાગ-દ્વેષ-મોહમાં એકાગ્ર થવું તે અધર્મ છે. સ્વમાં રહેવું એ જ ધર્મ છે અને રાગ-દ્વેષ-મોહ કરવો એ જ અધર્મ છે. એકમાં આનંદનો ધોધ છે, બીજામાં ક્લેશનાં વમળો છે; એકમાં નર્યું સુખ છે, બીજામાં નર્યું દુ:ખ છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ઉપદેશરહસ્ય’, ગાથા ૨૦૧
___'किं बहुणा इह जह जह रागद्दोसा लहं विलिज्जति ।
तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।।' ૨- શ્રી આનંદઘનજીરચિત, શ્રી મુનિસુવ્રત ભગવાનનું સ્તવન, કડી ૮,૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org