________________
ગાથા-૧૦૫
3७८
માત્ર બાહ્ય વેષ અને ક્રિયાકાંડમાં જ ધર્મ જોનાર બાળક સમાન છે અને કાયાની પ્રવૃત્તિ વડે ધર્મ-અધર્મનો તોલ નહીં કરનાર, પણ એ પ્રવૃત્તિ પાછળનું પ્રેરક તત્ત્વ જોનાર બુધજનો છે. આ બુધજનો જ્યાં સાધનાનું આંતર તત્ત્વ હોય છે ત્યાં આકર્ષાય છે, તેનો આદર કરવા પ્રેરાય છે, પરંતુ બાળ જીવો સાંપ્રદાયિકતામાં અટવાઈ અન્યત્ર રહેલ સાચી ધાર્મિકતાને પારખી શકતા નથી અને તેથી તેની અવહેલના કરે છે. આવા બાળ જીવો પોતાના મત-પંથનિર્દિષ્ટ ક્રિયાકાંડોનો આગ્રહ તથા વિકલ્પ કરી મોક્ષમાર્ગની યથાર્થ ઉપાસનાથી વંચિત રહી જાય છે. શ્રીમદ્ કહે છે -
વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ટુંઢિયા શું? તપા શું? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે ટુંઢિયા; મૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હોય! એ તો લોઢું પોતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. ..... મુમતિ આદિનો આગ્રહ મૂકી દેવો.”
મોક્ષને સાધવા માટે જીવે આગ્રહ મૂકીને તે જ સાધનાપદ્ધતિ, તે જ ધર્માનુષ્ઠાન, તે જ ક્રિયાકાંડ સ્વીકારવાં જોઈએ કે જે રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિમાં અને શુદ્ધાત્માની પ્રાપ્તિમાં સહાયક નીવડે. દોષક્ષય અને ગુણવૃદ્ધિમાં જે ઉપકારક જણાય, તેને ‘પોતાનું’ અને ‘પરાયું' એવા વિભાગ પાડ્યા વિના, ગુણવત્તાના ધોરણે જ અપનાવવાનો ઉપદેશ સર્વ દેશ-કાળના અને મત-પંથના આત્મજ્ઞ સંતોએ કર્યો છે.
મોક્ષપ્રાપ્તિની તીવ્ર ઉત્કંઠા ધરાવતા સાધકે કોઈ પણ સાધનાપદ્ધતિ અપનાવતાં પહેલાં એ પદ્ધતિ પોતાના મત-પંથ-સંપ્રદાય દ્વારા નિર્દિષ્ટ છે કે અન્ય મત-પંથ-સંપ્રદાય દ્વારા નિર્દિષ્ટ છે એમ જોવું જોઈએ નહીં, પરંતુ તે પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણવૃદ્ધિમાં સહાયક નીવડે એમ છે કે નહીં એ માપદંડ અપનાવવો જોઈએ. “અધ્યાત્મકલ્પદ્રુમ'માં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ તો શ્રેયાર્થીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે ઇષ્ટ સ્થાને પહોંચવા ઇચ્છતો માણસ, તે સ્થાને લઈ જનાર વાહનને આવકારે છે - તે પોતાનું હો કે ન હો; તેમ પોતાનું શ્રેય ઇચ્છતા મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિમાં હેતુભૂત દેવ, ગુરુ અને સાધના - આ ત્રણની પસંદગી વખતે દષ્ટિરાગનો પરિત્યાગ કરીને, અર્થાત્ “પોતાનાં અને ‘પરાયાં'નો વિચાર બાજુએ મૂકીને તેમને ગુણવત્તાના ધોરણે અપનાવવાં જોઈએ.
આમ, સાધનાપદ્ધતિની પસંદગી કરતી વખતે દાર્શનિક વિવાદોમાં કે સાંપ્રદાયિક ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૦ (ઉપદેશછાયા-૧૩) ૨- જુઓ : આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજી કૃત, ‘અધ્યાત્મકલ્પદ્રુમ', અધિકાર ૧૨, શ્લોક ૪
નાશ્વપોતાક્ષરથાનું યથેરપતયે ભદ્ર! નિનામ્ પરાક્ વા | भजन्ति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org