________________
ગાથા-૧૦૫
૩૮૧
રાગ-દ્વેષ-મોહના નાશથી જ સર્વ દુઃખ અને ક્લેશથી મુક્ત થવાય છે. તેથી અંતરમાં પડેલી રાગ, દ્વેષ અને મોહની ગ્રંથિઓ દૂર કરીને ચિત્તને શુદ્ધ બનાવવું જોઈએ. તે જે દ્વારા થાય તે સર્વ મોક્ષના ઉપાય છે.
જેનાથી દોષ નષ્ટ થતા હોય, મોહજન્ય સંસ્કારો લય પામતા હોય અને પૂર્વકર્મની નિર્જરા થતી હોય તે સર્વે મુક્તિના ઉપાય છે. તે અનુષ્ઠાન, તે સાધનાપદ્ધતિ અન્ય મત-પંથોમાં પ્રચલિત હોય તો પણ તે સર્વજ્ઞસમ્મત જ છે. જે ધર્મના અનુષ્ઠાનનું બાહ્ય કલેવર શ્રી જિનેશ્વરદેવ કથિત હોય એટલામાત્રથી તે ધર્મપ્રવૃત્તિ મુક્તિપ્રદ નથી બની જતી. એનું આંતર તત્ત્વ - એનો ભાવ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુકૂળ હોય તો જ તે પ્રવૃત્તિ મુક્તિસાધક બને છે. જો ભાવ શ્રી જિનેશ્વરનિર્દિષ્ટ હોય તો પ્રવૃત્તિનું બાહ્ય સ્વરૂપ ભલે અન્ય દર્શન દ્વારા નિર્દિષ્ટ હોય તો પણ તે મોક્ષસાધક બને છે. જે સાધનાપદ્ધતિ જીવને રાગ-દ્વેષથી મુક્ત કરાવનારી હોય, અર્થાત્ જિનેશ્વરદેવની આજ્ઞાને અનુરૂપ હોય, તો તે સાધના કરનાર સાધક ગમે તે મત-પંથનો હોય તોપણ ભાવથી તે શ્રી જિનનો જ અનુયાયી છે.
જિનાજ્ઞા સાથે શું સંગત છે તથા કોઈ પણ ક્રિયા-સાધના-અનુષ્ઠાન કરીને પણ મોક્ષાર્થીએ શું કરવું જોઈએ તે વાતને આ ગાથામાં શ્રીમદે અત્યંત સરળતાથી અને અત્યંત સંક્ષેપમાં બતાવી છે. મુમુક્ષુઓને પથદર્શન કરાવતાં તેમણે કહ્યું છે કે ધર્મની પ્રાપ્તિ માટે મત-દર્શનના આગ્રહ તથા વિકલ્પ છોડવા જોઈએ. આગ્રહ તથા વિકલ્પમાં હેયબુદ્ધિ થવી જોઈએ. હેયબુદ્ધિ થયા વિના તેનો અભાવ થવો સંભવિત નથી. મોહવશ જીવ પોતાનાં મત-દર્શનનાં ક્રિયાકાંડથી જ ધર્મ માનીને આગ્રહ તથા વિકલ્પમાં સપડાય છે. ધર્મના સમ્યક સ્વરૂપની ઓળખાણ નહીં હોવાથી તે આગ્રહ તથા વિકલ્પ કરતો રહે છે. તે આત્મિક ગુણો વિકસાવવાનો પુરુષાર્થ કરતો નથી અને અમુક પ્રકારનાં ક્રિયાકાંડથી જ ધર્મ થાય છે એમ માનીને આગ્રહ અને વિકલ્પની મોટી બેડીઓ જાતે જ પહેરી રાખે છે. આ બેડીઓ તેને નિરંતર અસિત રાખે છે. ક્રિયાકાંડ કરવા છતાં ૧- જુઓ ઃ આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીકૃત, ‘શ્રી બૃહત્ કલ્પ સૂત્ર' (ઉ. ૨, સૂત્ર ૨), નિર્યુક્તિ
ગાથા ૩૩૩૧
'दोसा जेण निरुभंति जेण खिज्जति पुबकम्माइं ।
सो सो मोक्खोवाओ, रोगावत्थासु समणं वा ।।' ૨- જુઓ : શ્રી સિદ્ધર્ષિગણિજીકૃત, ‘ઉપમિતિ ભવપ્રપંચા કથા', પ્રસ્તાવ ૮, શ્લોક ૮૧૭,૮૧૮
'तथा सर्वमनुष्ठानं, यद्भवेन्नाशकारणम् । सरागद्वेषमोहानां, चित्ताखिलमलात्मनाम् ।। तल्लोके सर्वतीर्थेषु, साक्षाज्जैनेऽपि वा मते । यथा तथा कृतं हन्त, ज्ञेयं सर्वज्ञसम्मतम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org