________________
ગાથા-૧૦૪
૩પ૯ ઉપર કહેલું લૌકિક અને લોકોત્તર વિષયક પૃથ્થકરણ મુમુક્ષુ જીવને ઉદ્દેશીને છે. મુમુક્ષુ પોતાની વ્યક્તિગત સાધનાનું સાચું મૂલ્યાંકન કરી શકે અને તેની ચિત્તવૃત્તિમાં રહેલ સૂકમ અશુદ્ધિને પણ સમજી-પારખીને તેને દૂર કરવાની જાગૃતિ રાખી શકે તે અર્થે જ્ઞાનીઓએ ધર્મપ્રવૃત્તિનું આ વિશ્લેષણ કરી બતાવ્યું છે. કિંતુ સમષ્ટિની દૃષ્ટિએ તો લૌકિક સદાચાર પણ વાંછનીય જ છે. હિંસા, ચોરી, જૂઠ, અનાચાર વગેરે પાપોથી જીવોને પાછા વાળવા માટે શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે તેના કારણે થતાં અશુભ કર્મબંધનો અને તેના ફળરૂપ પ્રાપ્ય નરકાદિ દુ:ખોનો ભય બતાવ્યો જ છે. તીવ્રઅંકલેશવાળા જીવોને મંદસંકલેશવાળા કરવા માટેનો એ પ્રારંભિક પ્રયાસ છે. સ્વાર્થમાં જ રત રહેનાર અતિશય મલિન આશયવાળા જીવો પાપપ્રવૃત્તિ છોડી, સદાચારમાં પ્રવૃત્ત થાય તે માટે પ્રારંભમાં તો સમ્પ્રવૃત્તિથી પ્રાપ્ય પુણ્યનું પ્રલોભન અને અસ–વૃત્તિનાં કડવા ફળનો ડર આગળ કરવામાં આવે છે. અતિશય મલિન આશયવાળા જીવોનું મન માત્ર વૃત્તિની શુદ્ધિના અભ્યાસમાં તરત લાગી શકતું નથી, તેથી જેવી રીતે બાળકને દવા સાથે સાકર આપવામાં આવે છે અથવા કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિનો ભય બતાવવામાં આવે છે, તેવી રીતે સ્વર્ગાદિના પ્રલોભનથી કે નરકાદિના ભયથી તેમને ધર્મમાં રુચિ કરાવવામાં આવે છે. પ્રારંભિક ભૂમિકાએ જીવો લોભથી કે ભયથી પણ નીતિમય જીવન તરફ વળે અને વ્રત-નિયમ આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા થાય તો એના દ્વારા જીવનમાંથી વિચારવર્તનની ધૂળ અશુદ્ધિઓ દૂર થવાથી, વૃત્તિની શુદ્ધિ-અશુદ્ધિ સમજતા થાય અને તેઓ લઘુકમ બને; આ સંભાવના લક્ષમાં રાખી જ્ઞાનીઓ પુણ્યબંધનું પ્રલોભન કે પાપબંધનો ડર બતાવીને પણ તીવસંક્લેશવાળા જીવોને ધર્મપ્રવૃત્તિમાં જોડે છે. પરંતુ જ્યાં મુમુક્ષુ જીવને માર્ગદર્શન આપવાની વાત આવે છે ત્યાં તેની સામે જ્ઞાનીઓએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે પ્રલોભનથી કે ડરથી થતી ધર્મપ્રવૃત્તિઓ મુક્તિસાધક નથી, લૌકિક છે. લૌકિક ધર્મનું ફક્ત સમષ્ટિગત મહત્ત્વ છે. લોભથી, ભયથી, ગતાનુગતિકતાથી, કુટુંબના સંસ્કારથી, લોકલાજથી - કોઈ પણ પ્રકારે સદાચારની જાળવણી થાય એ ઈષ્ટ છે, પરંતુ તેના મૂળમાં સ્વાર્થ હોવાથી તે દ્વારા સ્વાર્થમુક્તિ ન લાધી શકે. પ્રારંભિક ભૂમિકાએ ભય કે પ્રલોભનથી ક્રોધાદિને અટકાવવામાં આવે તે યોગ્ય છે, પણ તે વાસ્તવિક ધર્મપથ નથી.
બાહ્ય લક્ષે ક્ષમાદિ રાખે, પણ પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ હોય નહીં તો તે સાચા ક્ષમાદિ ભાવ નથી. તેના ભાવો શુભ છે અને તેથી તે પુણ્યબંધરૂપ છે. જો શુભ ભાવથી લાભ માને તો કદી શુભ ભાવ છૂટી શકે નહીં. શુભ ભાવ છોડવાનો ઉપાય એક જ છે કે સ્વભાવસમ્મુખ થઈ શુદ્ધજ્ઞાનરૂપે પરિણમવું. કેટલાક જીવો શુભાશુભ ભાવને તડકા-છાયાનું રૂપક આપતાં કહે કે અશુભ તે તડકો છે અને શુભ તે છાંયો છે, પણ આ વાત યોગ્ય નથી. પારમાર્થિક દૃષ્ટિએ રૂપક આપવું હોય તો એમ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org