________________
૩૬૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શકાય કે શુભ તે મંદ તડકો છે અને અશુભ તે તીવ્ર તડકો છે; પરંતુ બને તડકા જ છે, બન્નેમાં આકુળતા છે. શાંતિની છાંયડી તો રાગ વગરના જ્ઞાનમાં છે. શુદ્ધ જ્ઞાનમાં જ સાચો છાંયો અને સાચો વિસામો છે. શુદ્ધજ્ઞાનપરિણમનમાં જ સાચી શાંતિ છે, રાગમાં તો અશાંતિ જ છે.
શુભભાવરૂપ જે ક્ષમાના ભાવ છે, તે ભાવકર્મ છે. તે કર્મનિર્જરાનું કારણ થઈ શકતા નથી. પરંતુ પોતાના સ્વભાવનું ભાન થાય કે “ક્ષમા મારો સ્વભાવ છે. મારા જ દોષોના કારણે તે આવરિત થયો છે, પરંતુ તે મારાથી અલગ નથી; ક્ષમાસ્વભાવમાં રહેવું તે મારો ધર્મ છે.' તો આવા સાચા અભિપ્રાય દ્વારા સ્વભાવમાં સ્થિરતાના પુરુષાર્થથી ક્રોધાદિ ભાવ હણાય છે અને કર્મબંધ ટળે છે. સદ્ગુરુના બોધને ગ્રહણ કરી, આત્મસ્વરૂપનો નિર્ણય કરી, પ્રયોગાત્મક અભ્યાસ કરવાથી યથાર્થ ક્ષમાભાવ પ્રગટે છે. જ્યાં સુધી જીવને સાચો આત્મબોધ થતો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી વાસ્તવિક ક્ષમા ગુણ પ્રગટતો નથી. સ્વરૂપના બોધ વિના ક્ષમાદિ નિજગુણ ઊઘડતા નથી.
“સ્વભાવથી હું અક્રોધી છું, અમાની છું, અમારી છું, અલોભી છું, અરાગી છું, અષી ; અખંડ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરે મારા નિત્ય ગુણો છે અને તે ગુણોમાં જ રમણતા કરવી એ મારો ધર્મ છે. પરમાં કંઈ પણ કરવાનો મારો ધર્મ નથી. આવો આત્મલક્ષ જાગૃત થતાં આત્માના ક્ષમાદિ ગુણો પ્રગટે છે અને તે જ ભાવો મોક્ષસાધક બને છે, અર્થાત્ તે જ ભાવો કર્મબંધમાં કારણભૂત એવા ક્રોધાદિ કષાયોને હણી મોક્ષ પ્રાપ્ત કરાવે છે. ક્ષમાથી ક્રોધનો નાશ થાય છે, માર્દવથી માનનો નાશ થાય છે, સરળતાથી માયાનો નાશ થાય છે અને સંતોષથી લોભનો નાશ થાય છે. “શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે સાધક ઉપશમથી ક્રોધને હણે, મૃદુતાથી અભિમાનને જીતે, સરળ સ્વભાવથી માયાનો અને સંતોષ દ્વારા લોભનો વિજય કરે. ૧
પૂર્વના પ્રગાઢ સંસ્કારોનું નિર્મૂળ કરવા પ્રતિપક્ષી સંસ્કારોનું રોપણ એ સફળ ઉપાય છે. ક્રોધાદિનો પ્રભાવ વિલય કરવા પ્રતિપક્ષના સંસ્કાર પુષ્ટ કરવા જોઈએ. ૧- જુઓ : ‘શ્રી દશવૈકાલિક સૂત્ર', અધ્યાય ૮, ગાથા ૩૮
"उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ।।' સરખાવો : ગણિશ્રી દેવચંદ્રજીકૃત, ‘અધ્યાત્મગીતા', કડી ૩૨
સહેજ ક્ષમા ગુણ શક્તિથી છેદ્યો ક્રોધ સુભટ્ટ | માર્દવ ભાવ પ્રભાવથી ભેદ્યો માન મરણ્ય || માયા આર્જવ ચોગે લોભ તે નિ:સ્પૃહ ભાવ | મોહ મહા ભટ ધ્વસે ધ્વસ્યો સર્વ વિભાવ I'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org