________________
૩૫૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કૃતજ્ઞતાપૂર્વક ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા. (૨) અપકાર ક્ષમા – “આ પ્રસંગે જો ખમી નહીં ખાઉં તો મને નુકસાન થશે, કારણ કે સામી વ્યક્તિ સત્તા, ધન કે બળ આદિમાં મારાથી ચડિયાતી હોવાથી મારા કોઈ વર્તનથી તે ક્રોધિત થશે તો મને ઘણું નુકસાન થશે; તેથી મારે સહન કરવું જોઈએ? એમ વિચારીને ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા. (૩) વિપાક ક્ષમા – “ક્ષમા ન રાખું તો ક્રોધાદિથી થતાં અશુભ કર્મબંધથી નરકાદિ ભવોમાં મારે એનાં કડવાં ફળ ભોગવવા પડશે.' આવા ભયથી, અથવા તો આ મનુષ્ય ભવમાં પણ ક્રોધથી ઉત્પન્ન થયેલ કર્મોના ઉદયથી આવનાર અનર્થોના ભયથી રખાતી ક્ષમા તે વિપાક ક્ષમા. (૪) પ્રવચન ક્ષમા – જ્ઞાનીઓએ મુમુક્ષુને ક્ષમા રાખવાનું કહ્યું છે માટે ક્ષમા રાખવી જોઈએ' એમ વિચારીને, શાસ્ત્રવચનને આગળ કરીને ક્ષમા રાખવી તે પ્રવચન ક્ષમા. (૫) ધર્મ ક્ષમા – “ક્ષમા એ જ મારો ધર્મ છે. ચંદનને કાપો, બાળો કે ઘસો તોપણ સુગંધ જ આપે છે; તેમ મને કોઈ કાપે, મારે કે બોલે તોપણ સહજપણે એના ઉપર પ્રેમ અને વાત્સલ્યની વર્ષા જ વરસાવવી જોઈએ. એ જ મારો સ્વભાવ છે.' આવી સમજણપૂર્વક ક્ષમા રાખવી તે ધર્મ ક્ષમા. પ્રવચન ક્ષમાના ચિરકાળના અભ્યાસથી સ્વભાવરૂપ બની ગયેલ ક્ષમા તે ધર્મ ક્ષમા છે.
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘વિંશતિ વિંશિકા' ગ્રંથમાં ક્ષમાના પૃથ્થકરણની ચર્ચા કરતાં સ્પષ્ટ કહે છે કે ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મોત્તર ક્ષમા - આ પાંચમાંની પ્રથમ ત્રણ સાપેક્ષ છે, લૌકિક છે; છેલ્લી બે નિરપેક્ષ અને લોકોત્તર છે. પ્રથમ ત્રણ ક્ષમામાં ફળ ઉપર દષ્ટિ છે, તે ભય કે લોભ પ્રેરિત છે, માટે તેને સાપેક્ષ અને લૌકિક કહી. આ ત્રણ ક્ષમા આત્માના આશ્રયે નથી, પણ
ત્યાં રાગનો સદુભાવ છે. તેથી તે ખરી ક્ષમા નથી. છેલ્લી બે ક્ષમા નિરપેક્ષ અને નિષ્કામ છે. તેમાં ફળ ઉપર નજર નથી. ક્ષમાની જેમ નમતા, સરળતા, સંતોષ આદિનું પણ ઉપર મુજબ પૃથ્થકરણ કરીને તે લૌકિક, અર્થાત્ સામાજિક છે કે લોકોત્તર, અર્થાત્ મોક્ષસાધક સગુણ છે તે પારખવું આવશ્યક છે. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘વિંશતિ વિંશિકા', યતિધર્મ વિંશિકા, ગાથા ૩
'उवगारवगारिविवागवयणधम्मुत्तरा भवे खंती ।
साविक्खं आदितिगं लोगिगमियरं दुगं जइणो ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘યતિધર્મ બત્રીસી', ગાથા ૭
મદવ, અજ્જવ, મુત્તિ, તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવ-નિયંઠને, ચરમ ભેદ પ્રમાણ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org