________________
૩૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નથી એવાં મિથ્યા શ્રદ્ધાન તથા ક્રોધાદિ કષાયોની વ્યસ્તતા થાય છે.
આત્માનો પાંચમો ગુણ અક્ષય સ્થિતિ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી જન્મ કે નથી મરણ, છતાં આયુષ્ય કર્મના કારણે આત્માને જન્મ-મરણ કરવાં પડે છે.
જ્યાં સુધી આયુ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી પ્રાપ્ત થયેલ શરીરનો સંબંધ છૂટી શકતો નથી. જ્યારે તે આયુ કર્મનો ઉદય પૂર્ણ થાય છે ત્યારે અનેક ઉપાય કરવા છતાં પણ પ્રાપ્ત થયેલ શરીર સાથે સંબંધ રહી શકતો નથી.
આત્માનો છઠ્ઠો ગુણ અરૂપીપણું છે, અર્થાત્ આત્મામાં મૂર્તતાનો અભાવ છે. આ ગુણના પ્રભાવે આત્માને નથી રૂપ, નથી ગંધ, નથી રસ કે નથી સ્પર્શ; છતાં નામ કર્મની પ્રકૃતિઓના કારણે જીવ શરીર ધારણ કરે છે, શ્યામ, શ્વેત વગેરે રૂપ તથા મનુષ્યાદિ ગતિ વગેરે પ્રાપ્ત થાય છે. નામ કર્મ વડે ગતિ, જાતિ, શરીરાદિ નીપજે છે.
આત્માનો સાતમો ગુણ અગુરુલઘુ છે. આ ગુણથી આત્મા નથી ઉચ્ચ કે નથી નીચ, છતાં અમુક જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે અને અમુક જીવ નીચ કુળમાં જન્મે છે. ઉચ્ચ-નીચ કુળનો જે વ્યવહાર થાય છે તે સાતમા ગોત્ર કર્મની પ્રકૃતિના કારણે છે. ગોત્ર કર્મ વડે ઉચ્ચ-નીચ કુળની પ્રાપ્તિ થાય છે.
આત્માનો આઠમો ગુણ અનંત વીર્ય છે. આ ગુણથી આત્મામાં અતુલ અનંત શક્તિ છે, છતાં જીવને એ સામર્થ્યનો અનુભવ થતો નથી. અંતરાય કર્મની પ્રકૃતિથી આ શક્તિનો અભિભવ થઈ ગયો છે. આ કર્મના કારણે જીવની સંપૂર્ણ શક્તિ વ્યક્ત નથી થતી, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત્ શક્તિ વ્યક્ત થાય છે.
આ પ્રમાણે આઠ કર્મોનો અનુક્રમે આત્માના આઠ ગુણોને દબાવીને આત્મામાં વિકૃતિ કરવાનો સ્વભાવ છે. ૧- અહીં જે કર્મ વિકૃતિ કરે છે એમ કહ્યું તે વ્યવહારથી છે. નિશ્ચયથી તો જીવ-પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મ સંબંધ નહીં. આત્મા અને પરદ્રવ્યો તદ્દન જુદાં છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. બંધ થવાથી જીવ અને પુદ્ગલકર્મનો એકત્રાવગાહરૂપ સંબંધ થાય છે, તે છતાં જીવ અને કર્મ ક્યારે પણ એકવન્નુરૂપ થઈ જતાં નથી. જીવ અને કર્મ બન્ને ભેગાં થઈને આત્મામાં વિકાર કરતાં નથી, તેમજ પુદ્ગલમાં પણ વિકાર કરતાં નથી. કર્મ જીવને વિકારી કરી શકે નહીં અને જીવ પુગલને કર્મ તરીકે પરિણમાવી શકે નહીં. બન્ને સ્વતંત્રપણે પોતપોતાની પર્યાયના કર્તા છે. જીવમાં થતા વિકારભાવ જીવ પોતે પોતાની પુરુષાર્થની નબળાઈના કારણે કરે છે, તેમજ જીવ વિકાર કરે ત્યારે કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલ સ્વયં કર્મરૂપે પરિણમે છે.
શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવાં કથનો આવે છે, તે કથનો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયથી કહેવામાં આવે છે. જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે ત્યારે કાર્યની ઉત્પત્તિમાં કર્તા હોવાનો આરોપ જેના ઉપર આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. એનો અર્થ એ થયો કે જ્યારે આત્મા પોતે, પોતાની ભૂલથી, પોતાની પર્યાયમાં વિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org