________________
ગાથા-૧૦૧
૨૮૭ છે. તેમ દ્રવ્ય ગુણની અપેક્ષાએ સ્થિર, ત્રિકાળી, નિત્ય છે અને પ્રતિસમય ઊપજતી અને વ્યય પામતી પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. તેથી સિદ્ધ થાય છે કે દ્રવ્ય કદી નાશ પામતું નથી, માત્ર તેની અવસ્થાનો નાશ થાય છે. જે સત્ છે તેનો કદી નાશ થતો નથી. શ્રીમદ્ લખે છે –
‘સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયધુવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે.
પોતાના સર્ભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે.
દ્રવ્યનું લક્ષણ સત્ છે, જે ઉત્પાદવ્યયધ્રુવતારહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે.
દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ' સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે.
પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે છે.
દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય; બન્નેનો - દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી છે. (૨) આત્મા “ચૈતન્યમય' છે.
દરેક દ્રવ્યમાં અનેક ગુણો રહ્યા છે. દ્રવ્યમાં રહેલા ગુણો બે પ્રકારના છે - સાધારણ અને અસાધારણ. જે ગુણો પ્રત્યેક દ્રવ્યમાં હોય તે સાધારણ ગુણો કહેવાય છે. જે ગુણો અમુક જ દ્રવ્યમાં હોય, અન્ય દ્રવ્યમાં ન હોય; તે ગુણો જે દ્રવ્યના હોય તે દ્રવ્યના તે અસાધારણ ગુણો કહેવાય છે. દરેક દ્રવ્ય તેના અસાધારણ ગુણથી ઓળખાય છે. અસાધારણ ગુણ દ્રવ્યનું લક્ષણ કહેવાય છે. આત્મદ્રવ્યમાં એક વિશિષ્ટ અને અસાધારણ ગુણ છે, જેના વડે આત્મા અન્ય સર્વ પરદ્રવ્યોથી જુદો પડી જાય છે. આ ગુણ પ્રસ્તુત ગાથામાં “ચૈતન્યમય’ શબ્દથી શ્રીમદે દર્શાવ્યો છે. આત્મા અવિનાશી અસ્તિત્વભૂત વસ્તુ છે તે “સત્' શબ્દ દ્વારા સમજાવ્યું અને આ ત્રિકાળી વસ્તુ કેવી છે તે આ “ચૈતન્યમય' શબ્દ દ્વારા સમજાવ્યું છે. આત્મા ચૈતન્યતાના લક્ષણે લક્ષિત છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮૭ (આંક-૭૬૬, ૮-૧૩, આચાર્યશ્રી કુંદકુંદદેવરચિત
‘પંચાસ્તિકાય'નો અનુવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org