________________
ગાથા-૧OO
૨૬૭
અજ્ઞાન પણ કહેવું જોઈએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે :
આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે “અજ્ઞાન' અને “સમ્યગજ્ઞાન' તે “જ્ઞાન” એમ પરિભાષા કરી છે, પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યગૃજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યગજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય, પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય.”૧
મિથ્યાત્વ સહિતના જ્ઞાનરૂપ અજ્ઞાનથી જીવને અનેક મિથ્યા માન્યતા થાય છે, તત્ત્વનું વિપરીત શ્રદ્ધાન થાય છે. જેમ કે કર્મકૃત અવસ્થાઓને - દેહની અવસ્થાઓને પોતાની માનવી, અર્થાત્ અજીવતત્ત્વને જીવતત્ત્વ માનવું; શુભ ભાવને ધર્મ માનવો, અર્થાત્ આસવતત્ત્વને સંવરતત્ત્વ માનવું ઇત્યાદિ.
- વિપરીત સમજણવાળો જીવ સુખ શોધવા માટે બહાર દોડે છે. ‘બહારમાં ફેરફાર કરીશ તો મને સુખ મળશે' - આવી માન્યતાથી તે પરમાં ફેરફાર કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ આદરે છે. દ્રવ્યસ્વતંત્રતાની સમજણ ન હોવાથી તે પરદ્રવ્ય પોતાને આધીન છે એમ માની પ્રવર્તે છે. તે એમ માને છે કે મારા કારણે જ પરદ્રવ્યમાં કાર્ય થાય છે. તે પોતાને પરનો કર્તા માને છે. પરંતુ આ તેની અજ્ઞાનજન્ય ભાંતિ છે. પરમાં કર્તાબુદ્ધિની આવી ઊંધી માન્યતા એ જ મહા અધર્મ છે. જીવ પોતાનો અકર્તા-જ્ઞાયકસ્વભાવ ઓળખે તો તેની પરદ્રવ્ય અંગેની કર્તાબુદ્ધિ ટળે અને જ્ઞાન પોતાના સ્વભાવરૂપ થાય. આનું નામ ધર્મ છે. હું પરનો કર્તા છું' એવી મિથ્યા માન્યતા છોડી, રાગથી જુદો પડી, અસંયોગી-અવિકારી સ્વભાવમાં એકાગ્ર થાય તો તેને સ્વાનુભવ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય.
પરવસ્તુથી તો સગવડ પણ નથી અને અગવડ પણ નથી, પરવસ્તુ માત્ર જાણવા ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૭-૫૯૮ (પત્રાંક-૭૭૦) ૨- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૨, કડી ૫
‘તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન; રાગાદિ પ્રગટ યે દુઃખદેન, તિનહી કો સેવત ગિનત ચેન.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org