________________
૨૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનંત, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો માર્ગ છે. શરીરાદિ સંયોગો અનેક પ્રકારના છે અને તે સદા એકસરખા રહેતા નથી, માટે તેનો આશ્રય કરવા જતાં જ્ઞાન સ્થિર થઈ શકતું નથી, એટલે તેના આશ્રયે આત્માને સુખ પ્રાપ્ત થતું નથી, પરંતુ આત્માનો જે અસંયોગી ચૈતન્યસ્વભાવ છે તે હંમેશાં એકરૂપ રહે છે, તેની રુચિ અને વિશ્વાસ કરીને તેનો આશ્રય કરવામાં આવે તો તેમાં જ્ઞાન સ્થિર થાય છે અને આનંદ પ્રગટે છે. હું ન તો નામ છું, ન રૂપ છું, ન દેશ્ય છું. બલ્ક આ ત્રણેથી પાર જે અનામી છે, અરૂપી છે, દ્રષ્ટા છે, શાશ્વત છે તે મારી સત્તા છે' એવી દેઢ શ્રદ્ધા થતાં શરીરાદિ પરવસ્તુ પ્રત્યેના રાગ-દ્વેષ છૂટતા જાય છે અને જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થતા જાય છે તેટલા અંશે આત્મા સ્થિરતાનો, શાંતિનો, પ્રશમ સુખનો અનુભવ કરે છે.
ઉપર્યુક્ત વિચારણાથી ફલિત થાય છે કે દુ:ખનું કારણ રાગ-દ્વેષ છે અને રાગવૈષનું કારણ અજ્ઞાન છે. અહીં મિથ્યાત્વ સહિતના જ્ઞાનને “અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન બે પ્રકારનું છે. એક, જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થતું અજ્ઞાન; અને બીજું, વિપરીત જ્ઞાનરૂપ અજ્ઞાન અર્થાત્ દર્શનમોહનીય કર્મના ઉદયથી થતું સંશય-વિભમ-વિમોહરૂપ અજ્ઞાન. પ્રસ્તુત ગાથામાં બીજા પ્રકારનું અજ્ઞાન વિવક્ષિત છે. આ વિષે શ્રીમન્ના બે પત્ર મનનીય છે –
“અજ્ઞાન' શબ્દનો સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત' અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે.
એમ આશંકા થાય કે જો અજ્ઞાન અરૂપી હોય તો સિદ્ધમાં પણ હોવું જોઈએ; તેનું સમાધાન આ પ્રમાણે છે :- મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ “અજ્ઞાન' કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું અને સમ્યક્દષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને ભ્રાંતિરૂપે છે. તે ભ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યોગ્ય છે. મિથ્યાત્વ દિશાભ્રમરૂપ છે.”
“જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.
જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે, તેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૭ (પત્રાંક-૭૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org