________________
૨૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જીવે મિથ્યાત્વને પ્રથમ છોડવું જોઈએ. જેમ જેમ મિથ્યાત્વ મોળું પડશે, તેમ તેમ મિથ્યાત્વના કારણે થતો જીવનવ્યવહાર પલટાઈ જશે. મિથ્યાત્વ જશે એટલે હિંસાદિ છૂટી જશે. હિંસાદિ સર્વ પાપોનું મૂળ છે મિથ્યાત્વ, અર્થાત્ પરમાં સુખબુદ્ધિ. મિથ્યાત્વ રહે અને બીજાં બધાં પાપો જાય એ કદાપિ સંભવે નહીં. હિંસા, પરિગ્રહ, ઈર્ષા, તૃષ્ણા એ બધાં તો રોગનાં બાહ્ય લક્ષણો છે, મૂળ બીમારી નથી. મૂળ બીમારી તો મિથ્યાત્વ છે. એ ટળશે તો આ લક્ષણો શૂન્યરૂપ બની અદૃશ્ય થઈ જશે. પ્રથમ નિદાન થવું જોઈએ, પછી ચિકિત્સા; પરંતુ અણસમજુ તો મૂળ બીમારીને ભૂલી તેનાં લક્ષણોની જ સારવાર કરવા લાગી જાય છે, તેથી તેની સારવાર રોગમુક્તિનું ફળ પ્રદાન કરી શકતી નથી. હિંસાદિ પરિણામ તો સંદેશ છે. તેને વાંચવા જોઈએ. આ હિંસાદિ પરિણામ એક જ કારણ તરફ ઇશારો કરે છે અને તે છે મિથ્યાત્વ.
તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ એ જ મૂળભૂત સાધના છે. સમ્યગ્દર્શન પ્રગટશે તો અનાચાર સમ્યક્ આચારમાં પરિવર્તિત થશે જ. સમ્યગ્દર્શનના પરિણામે અંતરની સમસ્ત અપવિત્રતાનો નાશ થઈ ક્રમે ક્રમે બાહ્યાંતર વિરતિ પ્રગટે જ છે. સમ્યકુ આચાર સમ્યગ્દર્શનની પાછળ પાછળ અનિવાર્યપણે આવે છે. સમ્યક્ આચાર સમ્યગ્દર્શનનું સહજ પરિણામ છે. સમ્યગ્દર્શન બીજ છે, સમ્યક્ આચાર તેનો સહજ અંકુર છે. પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યા વિના જેઓ બાહ્ય ત્યાગાદિમાં પ્રવર્તે છે, તેઓ પોતાની આ ભાંતિપૂર્ણ માન્યતાના કારણે આત્મકલ્યાણથી દૂર રહે છે. સમ્યગ્દર્શન વિના તેમનું બધું જ્ઞાન અજ્ઞાન અને સમસ્ત આચરણ મિથ્યાચારિત્રરૂપે જ રહે છે. તેથી જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ.
જીવથી જો સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રદશા પ્રગટ થઈ શકે તો તો ઉત્તમ છે અને એ જ કરવા યોગ્ય છે; પણ જો તેનાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરવી જ જોઈએ. આત્મતત્ત્વની શ્રદ્ધામાત્રથી પણ તેનું કલ્યાણ અવશ્ય થશે, સમ્યગ્દર્શનમાત્રથી તેનું આરાધકપણું ચાલુ રહેશે; પરંતુ દર્શનને શુદ્ધ કર્યા વિના ચારિત્રને શુદ્ધ કરવાની ગમે તેટલી કોશિશ તે કરે તો પણ તેનું કાર્ય નહીં થાય. તેના બધા પ્રયત્ન નિરર્થક નીવડશે. જે જીવને મિથ્યાત્વનો લોપ થયો ન હોય, તેને અન્ય અવિરતિ આદિનો લોપ માનવો અયોગ્ય છે. શ્રીમદ્ કહે છે -
‘મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર વિરતિપણું થતું નથી; અને પ્રમુખપણે રહેલો એવો જે મોહભાવ તે નાશ પામવાથી અત્યંતર અવિરતપણું રહેતું નથી, અને બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org