________________
ગાથા-૯૯
૨૫૫ જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે.”૧
અનાદિ કાળથી અનંતાનંત જીવોની વણઝાર બંધમાર્ગે ચાલી જાય છે. કડક ક્રિયાઓ પાળનાર આત્મલક્ષવિહીન, મિથ્યાષ્ટિ સાધુઓ પણ એ બંધમાર્ગે ચાલતી વણઝારમાં જ છે. અગિયાર અંગ અને નવ પૂર્વના જાણવાવાળા આત્મલક્ષવિહીન, મિથ્યાદષ્ટિ સાધુઓ પણ એ વણઝારમાં જ ચાલ્યા જાય છે. તે બધાંનું મુખ બંધ તરફ જ છે. કોઈ વિરલ જીવ સત્ય પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. તે જીવે અનંતાનંત જીવોની બંધમાર્ગે ચાલી જતી વણઝારમાંથી છૂટા પડી, પોતાનું મુખ ફેરવી નાખી મોક્ષમાર્ગે પ્રયાણ આદર્યું છે. તેમની જાતિ મોક્ષમાર્ગીની છે.
સમ્યગ્દષ્ટિ જીવને સદા સ્વરૂપજાગૃતિ વર્તતી જ હોય છે. સમ્યગ્દર્શન થયા પછી ગમે તેવા પ્રસંગમાં પ્રવર્તતા હોવા છતાં તેમને સ્વરૂપની અનાકુળતાનું અંશે વંદન તો રહે જ છે. કોઈ પણ પ્રસંગમાં વિભાવપરિણામનો વેગ એવો નથી હોતો કે જેથી નિરાકુળ સ્વભાવના વેદનને તદ્દન ઢાંકીને એકલી આકુળતાનું જ વેદન રહે. તેમને પ્રતિક્ષણે નિરાકુળ સ્વભાવ અને આકુળતા વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે અને તેના ફળરૂપે તેઓ પ્રતિક્ષણે નિરાકુળ સ્વરૂપનું અંશે વંદન કરે છે. બાહ્ય ક્રિયા ઉપરથી આ સ્વરૂપજાગૃતિનું માપ કાઢી શકાતું નથી. બાહ્ય ક્રિયા સાથે સ્વરૂપજાગૃતિને સીધો સંબંધ નથી. ધાર્મિક ક્રિયા કરતી વખતે સ્વરૂપજાગૃતિ હોય જ અને સાંસારિક ક્રિયા કરતી વખતે સ્વરૂપજાગૃતિ ન જ હોઈ શકે એવું નથી. બાહ્ય ક્રિયાઓના આધારે સ્વરૂપજાગૃતિનું માપ કાઢવામાં આવે તો તે બાળચેષ્ટારૂપ છે. સ્વરૂપજાગૃતિનો સંબંધ શરીરની ક્રિયા સાથે નથી.
મિથ્યાદષ્ટિ જીવ બહારથી શાંત દેખાય છતાં અંતરમાં તો તે વિકારમાં જ તન્મયપણે વર્તતો હોવાથી તેને સ્વરૂપજાગૃતિ હોતી નથી અને તેથી તે આકુળતા જ ભોગવે છે. કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ થોડી હોય, પણ જો તેને અંતરંગ કષાયશક્તિ ઘણી હોય તો તે તીવ્રકષાયી છે તથા કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ ઘણી હોય, પણ જો તેની અંતરંગ કષાયશક્તિ થોડી હોય તો તે મંદકષાયી છે. વિપરીત માન્યતા સહિત કરવામાં આવેલી પ્રવૃત્તિને તીવ્રકષાયપ્રવૃત્તિ ગણી છે, પછી ભલે એ પ્રવૃત્તિ નાની કે અલ્પ દોષવાળી દેખાતી હોય. તેથી ઊલટું, વ્યાપાર આદિ પ્રવૃત્તિ દરમ્યાન પણ જો સ્વતત્ત્વનું ભાન વર્તતું હોય તો તે પ્રવૃત્તિને મંદકષાયપ્રવૃત્તિ ગણી છે, કારણ કે ત્યાં મિથ્યાત્વનો અભાવ છે.
ગમે તે બાહ્ય પ્રવૃત્તિમાં પણ સમ્યગ્દષ્ટિ જીવની વૃત્તિ તે પ્રવૃત્તિ તરફ નથી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૮ (વ્યાખ્યાનસાર-૧, ૧૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org