________________
૨૫૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' -- વિવેચન ઉપવાસાદિ ઘણી ક્રિયા કરતાં ઘણી નિર્જરા થતી હોય તથા થોડી ક્રિયા કરતાં થોડી નિર્જરા થતી હોય તો બે સમસ્યા નડે. એક તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ ક્રિયા જ ઠરે અને તેથી શરીરની શક્તિ ઉપવાસાદિ ક્રિયામાં જેટલી વધુ પ્રવર્તે તેટલું મોક્ષે જલદી જવાય એમ ઠરે, પરંતુ ખરેખર એમ બનતું નથી. શરીરની ક્રિયાથી આત્માનો મોક્ષ સંભવિત નથી. બીજું, ક્રોધાદિથી અશુભ પરિણામ થવા છતાં પણ ઉપવાસાદિ કરવાથી નિર્જરા સંભવે, પરંતુ એમ તો ક્યારે પણ બને નહીં. તિર્યંચાદિ પણ ભૂખતરસ આદિ કષ્ટ સહન કરે છે અને કષાય થવા છતાં, માત્ર કષ્ટ સહન કરવાથી નિર્જરા થતી હોય તો સર્વ તિર્યંચાદિનો મોક્ષ થાય, પરંતુ એમ બનતું નથી. આમ, માત્ર શરીરની ક્રિયાથી જીવનો મોક્ષ થઈ શકે નહીં. શરીરાદિ જડમાંથી મોક્ષમાર્ગ મળી શકે નહીં.
મોક્ષમાર્ગની પરિણતિમાં પરસમ્મુખ થવાનો અવકાશ હોતો નથી. સ્વદ્રવ્યની સન્મુખ થઈને મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા માંગે તો જરૂર મોક્ષમાર્ગે પ્રયાણ થાય. સ્વદ્રવ્યસન્મુખ થતાં આત્મા પોતે જ મોક્ષમાર્ગરૂપ પરિણમીને મોક્ષ આપે છે. આત્માનો સ્વભાવ જ તેની સર્વજ્ઞતાનું સાધન છે, પરંતુ ચૈતન્યના ભાનરહિત અજ્ઞાની જીવને ખબર નથી કે મોક્ષનું સાધન અંતરમાં છે, બહાર નહીં. તેથી તે અંતરમાં પોતાના સ્વભાવનું અવલંબન લઈને તેને મોક્ષનું કારણ બનાવવાના બદલે બાહ્ય ક્રિયા કરવાની વ્યગ્રતામાં રહે છે. મોક્ષમાર્ગનું સાધન થવાની શક્તિ તો આત્મામાં જ છે. આવા આત્માને જે જાણે છે તે પોતાનું સાધન બહાર શોધે નહીં. પોતાના સ્વભાવસમ્મુખ થઈને તેને જ તે પોતાનું સાધન બનાવે છે. સ્વદ્રવ્યસન્મુખ થવું તે જ મોક્ષમાર્ગે પ્રયાણ છે.
આમ, મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે અનંત જ્ઞાનીઓએ સ્વભાવસમ્મુખતાની આવશ્યકતા દર્શાવી છે. જે જીવ સ્વભાવના સામર્થ્યને ભૂલીને માત્ર શરીરની ક્રિયાથી પોતાને લાભ થાય છે એમ માને છે, માત્ર શરીરની ક્રિયાથી મોક્ષ માને છે તેને મિથ્યાત્વરૂપી મોટો રોગ છે. તે તો ધર્મના નામે જડ-ચેતનની એકતાબુદ્ધિનું મિથ્યાત્વ સેવી રહ્યો છે. મિથ્યાત્વ તે જ સૌથી મોટું પાપ છે અને તેનું ફળ સંસાર છે. તેથી સૌ પ્રથમ તેનો ત્યાગ કરવો જોઈએ.
પરપદાર્થમાં ફેરફાર કરવો તે વસ્તુના સ્વભાવમાં છે જ નહીં, છતાં મિથ્યાષ્ટિ મુનિ પરવસ્તુને હું રહી શકું અને છોડી શકું' એમ માને છે. તે પરવસ્તુને ત્યાગવાનું અભિમાન કરે છે. ખોટી માન્યતાપૂર્વકના તેના આવા પ્રત્યાખ્યાનભાવને દુ:પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આવા દુઃપ્રત્યાખ્યાનથી તેનો સંસાર છેદાતો નથી. તેને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન એવા આત્માનું ભાન નહીં હોવાથી મિથ્યાત્વનું પાપ છૂટતું નથી. જ્યારે આત્માનો સ્વભાવ જાણીને તે શુદ્ધજ્ઞાનપણે પરિણમશે ત્યારે જ બંધ અટકશે અને ત્યારે જ સાચી નિર્જરા પણ થશે. અવિરતિ સમ્યગ્દષ્ટિને પરથી ભિન્ન એવા આત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org