________________
ગાથા-૯૯
૨૫૧
સંવર કરવાનો લક્ષ રાખવા યોગ્ય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાત્વભાવ અટકે છે. સમ્યગ્દર્શન તે જ પ્રથમ સંવરદશા છે. મિથ્યાત્વના સંવરરૂપ સમકિત પ્રગટ્યા પછી જ ક્રમે કરીને અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો સંવર થઈ શકે છે. આત્મવિકાસનો આ જ ક્રમ છે.
જીવે સૌ પ્રથમ મિથ્યાત્વના સંવરનો પુરુષાર્થ કરવો જોઈએ. જીવ સુદેવની ભક્તિ, સુગુરુની ઉપાસના, સતુશાસ્ત્રનો સ્વાધ્યાય, તપ, જપ, શીલ, સંયમ, દાનાદિ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે; પણ મિથ્યાત્વના સંવર વિના, ધાર્મિક પ્રવૃત્તિ કરવા છતાં તેને કર્મબંધ થયા કરે છે. જો કે તેને અશુભ બંધ અલ્પ અને શુભ બંધ વિશેષ પ્રમાણમાં થાય છે, તોપણ તે છે તો બંધમાર્ગમાં જ. તે બાહ્યથી ગમે તેટલાં આકરાં વ્રત-તપાદિ વિધિ સહિત પાળતો હોય, છકાય જીવની રક્ષા કરતો હોય, પરિષહ સ્થિર રહી વેદતો હોય, ઉપસર્ગ કરનાર તેના દેહની ચામડી ઉતારીને ખાર છાંટે તોપણ તેની આંખનો ખૂણો લાલ ન થાય એવી રીતે ઉપસર્ગ સહન કરતો હોય, પરંતુ મિથ્યાત્વનો સદ્ભાવ હોવાથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી. સમ્યગ્દર્શન વિના તે સાક્ષાત્ મોક્ષમાર્ગમાં પદાર્પણ કરી શકતો નથી.
ભવાંતકારી સમ્યગ્દર્શન મહાદુર્લભ છે. સદ્ગુરુના અનુગ્રહ ધર્મનું સાચું સ્વરૂપ સમજી કોઈક મહાભાગ્યશાળી સમ્યગ્દર્શનની આરાધનામાં જોડાય છે. તે દેહાદિ પરપદાર્થો અને ક્ષણવર્તી પર્યાયથી ભેદજ્ઞાન કરી, નિજભગવાન ધ્રુવ આત્મામાં પોતાપણું સ્થાપી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે. આ જ ધર્મનો આરંભ છે, ભગવાન બનવા માટેનું પ્રથમ પગલું છે, સમસ્ત દુઃખોને દૂર કરી અનંત અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે. સમકિત થતાં સિદ્ધસુખની વાનગીનો આંશિક સ્વાદ આવે છે.
સમ્યગ્દર્શનનું આવું અદ્ભુત માહાભ્ય હોવાથી જિનાગમમાં મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી સાધુની તુલનામાં અવિરતિ સમ્યગ્દષ્ટિને વિશિષ્ટ ઊંચી ભૂમિકાના સ્વામી ગણ્યા છે. પંચ મહાવ્રત અને ઉગ્ર કાયક્લેશાદિ તપ પણ સમ્યગ્દર્શનના અભાવમાં બાળવ્રત અને બાળતાની સંજ્ઞા પામે છે, કારણ કે ત્યાં આહારાદિ છૂટવા છતાં આહારાદિમાં રહેલી સુખબુદ્ધિ છૂટી નથી. આચારમાં આહારાદિનો ત્યાગ છતાં શ્રદ્ધામાં આહારાદિનું ગ્રહણ છે. આથી વિપરીત, અવિરતિ સમ્યગ્દષ્ટિને નિજસ્વરૂપમાં સુખની પ્રતીતિ થઈ હોવાથી તેમને બાહ્ય પદાર્થોમાંથી સુખબુદ્ધિ નીકળી ગઈ હોય છે. તેમને પોતાના નિત્ય સ્વાધીન સ્વરૂપનું યથાર્થ ભાન થયું હોવાના કારણે બાહ્ય કોઈ પણ પ્રકારનો ત્યાગ ન હોવા છતાં શ્રદ્ધામાં સર્વ પરનો ત્યાગ નિરંતર વર્તી રહ્યો છે.
બહારથી બીજાઓને ભલે ત્યાગી દેખાય, તપસ્વી દેખાય, પણ જેવાં અંતરંગ પરિણામ હોય તેવું જ ફળ મળે છે. પરિણામશૂન્ય શરીરની ક્રિયા ફળદાયક નથી. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org