________________
ગાથા-૯૯
૨૪૫ કર્મબંધનાં કારણો સેવે છે અને તેથી તેને નવો કર્મબંધ થયા જ કરે છે. જીવને જે કર્મબંધ થાય છે તે જો થયા જ કરે તો જીવ નિબંધ થઈ શકે જ નહીં, અર્થાત્ મોક્ષદશાને પામી શકે નહીં; પણ તે તે બંધનાં કારણોથી વિરુદ્ધ પ્રકારના ભાવો સેવવાથી તે કર્મબંધનો નિરોધ થઈ શકે છે અને ક્રમે કરીને જીવ મોક્ષદશાને પામી શકે છે. જે જે ભાવો સેવવાથી કર્મબંધ મંદ પડે, ક્ષીણ થાય તે સર્વે મોક્ષનાં સાધન છે. મોક્ષપદની પ્રાપ્તિના ઉપાયરૂપ મુખ્ય પાંચ ભાવો આ પ્રમાણે છે – (૧) જ્ઞાન - સમ્યજ્ઞાન. સ્વ-પરનો વિવેક, ભેદજ્ઞાન. સદ્ગુરુ તથા સત્શાસ્ત્ર દ્વારા આત્માને ‘સ્વ' રૂપે જાણવો અને દેહાદિ પદાર્થોને પરરૂપે જાણવા તે વ્યવહાર સમ્યજ્ઞાન છે અને નિજ આત્મસ્વરૂપને અનુભવપૂર્વક જાણવું તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. તેનાથી કર્મ બંધાતાં અટકે છે. (૨) દર્શન – સમ્યગ્દર્શન. પરપદાર્થોથી ભિન્ન એવા સ્વસ્વરૂપની શ્રદ્ધા. જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે તેમ માનવું તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને આત્મસ્વરૂપની અનુભવપૂર્વકની પ્રતીતિ તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. આવી શ્રદ્ધાયુક્ત નિર્મળ દૃષ્ટિથી કર્મ આવતાં રોકાય છે. (૩) સમાધિ – સમ્યફચારિત્ર. આત્મસ્વરૂપમાં સ્થિરતા. હિંસાદિ પાંચ પાપોના ત્યાગપૂર્વક જગતના પદાર્થો પ્રત્યેના વિષમ ભાવોનો અભાવ થાય તે વ્યવહાર સમ્મચારિત્ર છે અને આત્મસ્વરૂપમાં સ્થિરતા થવી તે નિશ્ચય સમ્મચારિત્ર છે. તેને સમાધિ પણ કહે છે. ચારિત્રથી કર્મબંધ થતો અટકે છે. (૪) વૈરાગ્ય – આસક્તિરહિતપણું. સંસાર, દેહ અને ભોગના પદાર્થો પ્રત્યે અનાસક્ત બુદ્ધિનું ઊપજવું તે વૈરાગ્ય, સમ્યક્ બોધપૂર્વક રાગનો અભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્યથી ચિત્ત લૌકિક વિષયોથી વિમુખ થઈ અંતરમાં નિમગ્ન થાય છે. દેહાદિ પ્રત્યે નીરસતા થવાથી નવો કર્મબંધ થતો રોકાય છે. (૫) ભક્તિ – પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યે તેમના ગુણોની સાચી ઓળખાણપૂર્વકનો અનુરાગ કરવો તે ભક્તિ છે. સત્પરુષના અનંત ઉપકારનું ચિંતન-ભાવન કરતાં તેમના પ્રત્યે ભક્તિ જાગે તે સ્વાભાવિક છે. તેના જુદા જુદા અનેક પ્રકાર છે - નામભક્તિ, આજ્ઞાભક્તિ, પ્રેમભક્તિ, શ્રુતભક્તિ, સેવાભક્તિ, પરાભક્તિ, અભેદભક્તિ ઇત્યાદિ. જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ આરાધવાથી જ્ઞાનદશા સુલભપણે પ્રાપ્ત થાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. પુરુષની આજ્ઞાએ વર્તતાં, ઉત્કૃષ્ટ ભાવોમાં રમણતા થવાથી કર્મબંધ થતો અટકે છે.
બંધનાં કારણોથી વિપરીત સ્વભાવવાળા આ મુખ્ય પાંચ ભાવો સેવવાથી કર્મબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org