________________
૨૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન અટકે છે અને ક્રમે કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે.
છ પદના પત્રમાં મોક્ષના ઉપાયનું જે સૂચન છે તે પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટપણે જોવા મળે છે. આ બે વચ્ચે રહેલું સામ્ય આ ગાથાને ઊંડાણથી વિચારતાં સ્પષ્ટ થશે. જેમ છ પદના પત્રમાં જણાવ્યું છે, તેમ આ ગાથામાં પણ જણાવ્યું છે કે જે જે કારણથી, અર્થાત્ જે જે ભાવથી કર્મનો બંધ થાય છે તે તે બંધમાર્ગ છે અને બંધભાવથી વિપરીત ભાવ, અર્થાત્ કર્મબંધના કારણને છેદનારા ભાવ - છેદક દશા તે મોક્ષનો માર્ગ છે. તેનાથી ભવનો અંત થાય છે. આ તથ્યને દષ્ટાંત દ્વારા સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
‘સૂત્રનું - દોરાનું કોકડું ગૂંચવાયેલું હોય, તેનાથી ઊલટી રીતે કરે એટલે સૂત્ર ઊખળાય - સૂત્રની આંટી પાડી તેનાથી ઊલટી રીતે કરવાથી આંટી છૂટે - ઊકેલાય. આંગળીના આંકડિયા વાળ્યા હોય તેનાથી ઊલટી રીતે કરે તો આંકડિયા છૂટે - આંગળી સીધી થાય. એ જ પ્રકારે જે જે કારણથી જીવ બંધાયો હોય, તે તે કારણથી વિપરીતપણે વર્તે, તે તે કારણો છોડે, તો જીવ બંધથી છૂટે - બંધનમોચન – મોક્ષ થાય આ ન્યાયસિદ્ધ વસ્તુ છે.”
આમ, કારણયોગે જીવ બંધાય છે અને કારણ છોડવાથી તે મુક્ત થાય છે. શાસ્ત્રપરિભાષામાં આને અનુક્રમે આસવ અને સંવર નામ અપાયેલ છે. જે આ ગાથાને સમજવા આસવ-બંધનું સ્વરૂપ તથા આસવ-બંધને છેદનારા સંવરનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. જેવી રીતે વહાણમાં છિદ્ર પડવાથી તેમાં પાણી આવવા લાગે છે, તેવી રીતે મિથ્યાત્વાદિ છિદ્રો દ્વારા આત્મામાં કર્મ આવવા લાગે છે. તેને આસવ કહે છે. જેવી રીતે છિદ્ર દ્વારા પાણી નૌકામાં ભરાઈ જાય છે, તેવી રીતે કર્મપરમાણુ આત્માના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. તેને બંધ કહે છે. જેમ અનેક રત્નોથી ભરેલું વહાણ પણ જો છિદ્રવાળું હોય તો તેમાં જળ પ્રવેશીને ભરાઈ જતાં તે સમુદ્રમાં ડૂબી જાય છે, સમુદ્રના કિનારા સુધી પહોંચી શકતું નથી; તેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ અમૂલ્ય રત્નોથી ભરેલું જીવરૂપી વહાણ, તેમાં મિથ્યાત્વાદિ આસવરૂપી છિદ્રો દ્વારા કર્મરૂપી જળ પ્રવેશીને ભરાઈ જતાં તે સંસારરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, મુક્તિરૂપી ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૨૨ ૨- જુઓ : શ્રી આનંદઘનજીરચિત, શ્રી પદ્મપ્રભુ ભગવાનનું સ્તવન, કડી ૪
“કારણજોગે હો બંધે બંધને રે, કારણ મુક્તિ મુકાય;
આસ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય.” ૩- અહીં કોઈને પ્રશ્ન થાય કે આસવ અને બંધમાં શું તફાવત છે? તો તેનું સમાધાન એ છે કે પ્રથમ સમયમાં કામણ વર્ગણાનું જે આગમન છે તે આસવ છે અને આગમન પછીના કાળમાં જીવના પ્રદેશોમાં તે સ્કંધોનું રહેવું તે બંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org