________________
૨૪૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વળી, કેવળીએ જીવનો જેટલો સંસારકાળ જોયો છે તેમાં ફેરફાર થતો નથી, તેથી પુરુષાર્થ કરવો વ્યર્થ છે - આ વાત યથાર્થ નથી, કારણ કે નિયત સમયની પહેલાં કોઈ કામ પૂરું કરવામાં જ પુરુષાર્થની સાર્થકતા નથી, પરંતુ નિયત સમયમાં કામનું પૂરું થવું એ જ પુરુષાર્થની સાર્થકતાનું સૂચક છે. શું ફેરફાર કર્યા વિના કાંઈ કરવાનું હતું જ નથી? શું જેવું ન થવાનું હોય તેવું કરવું તેને જ કરવું કહે છે? જે થવાનું હોય તેવું કરવું તે શું કરવું નથી? જેમ ખેડૂત યોગ્ય સમયે ઘઉં વાવે છે અને ખૂબ શ્રમપૂર્વક ખેતી કરે છે અને તેથી નિયત સમયે ઘઉં પાકીને તૈયાર થાય છે. તો શું ખેડૂતનો પુરુષાર્થ વ્યર્થ કહેવાશે? માટે જ સમય નિયત હોવાથી પુરુષાર્થ વ્યર્થ જવાની શંકા યથાર્થ નથી. ભવિષ્યમાં જીવનું જે થવાનું છે તે જ થશે, અર્થાત્ જીવ પુરુષાર્થપૂર્વક તે જ કરશે. આમાં પુરુષાર્થ પણ નથી ઊડતો અને ક્રમ પણ નથી તૂટતો. પુરુષાર્થની કશે પણ ઉપેક્ષા નથી કે હીનતા નથી. પુરુષાર્થ વિના કોઈ પણ કાર્ય સંપન્ન થતું નથી. બધે જ પુરુષાર્થનું સામ્રાજ્ય છે. મોક્ષના ઉપાયની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણતામાં પુરુષાર્થનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આમ, મોક્ષનો ઉપાય નથી એવું કહેનાર અનુપાયવાદીની દલીલોનું નિરાકરણ થયું. એ વાત નિશ્ચિત છે કે મોક્ષ છે, તેનો ઉપાય છે; અને તે ઉપાય છે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રય. આ ઉપાય વડે સંસારનો નાશ થાય છે, માટે તેનો નિષેધ કરનારું વાક્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી તજવા લાયક છે. મોક્ષના સાધનરૂપ જ્ઞાનાદિ ગુણોમાં હેતુતાનો સંશય કરવા યોગ્ય નથી. જેમને રત્નત્રયી અંગે મોક્ષના ઉપાયત્વનો નિશ્ચય વર્તે છે, તેઓ રત્નત્રયીમાં પ્રવૃત્ત થઈ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. જેઓ આજ સુધી મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં જશે; તે બધા રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી જ મોક્ષે ગયા છે, જાય છે અને જશે.
શ્રીમદ્ મોક્ષના ઉપાયનું પ્રતિપાદન કરતાં છ પદના પત્રમાં લખે છે –
જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.”
આ જીવ અનાદિ કાળથી પોતાના અજ્ઞાન તથા અસંયમના ભાવને આધીન થઈને ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૧૪૬
'ज्ञानदर्शनचारित्राण्युपायास्तद्भवक्षये ।।
एतन्निषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्ववृद्धिकृत् ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org