________________
૨૧૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જ જ્ઞાન છે. ધ્રુવ, નિત્ય, શાશ્વત, નિર્મળ એવા નિજસ્વભાવ સાથે એકતા કરીને તે ભાવોને પોતારૂપ જાણવા તે મોક્ષભાવ છે. પોતાના કર્મકૃત વ્યક્તિત્વ ઉપરથી નજર હટાવી લઈને જે જીવ પોતા તરફ - આત્માના શુદ્ધ, શાશ્વત સ્વરૂપ તરફ વળે છે, તે જીવ આત્મિક ઐશ્વર્ય - મોક્ષને પામી શકે છે અને જે જીવ ઔદયિક ભાવમાં રચ્યોપચ્યો રહે છે, તે જીવ કર્મબંધ કરી સંસારભ્રમણ કરે છે.
કર્મ સાથે એકતા કરાવનાર અજ્ઞાનભાવને અંધકાર સાથે સરખાવ્યો છે. જેમ અંધકારમાં એકને બદલે બીજું દેખાય છે, ભમ થાય છે, ભૂલ થાય છે, ભય લાગે છે; તેમ અજ્ઞાનના કારણે પરમાં એકતા થવાથી જીવને પદાર્થોનું મૂળ સ્વરૂપ વિપરીત જણાય છે, રાગ-દ્વેષ થાય છે અને સંયોગ-વિયોગનો ભય ઉપસ્થિત થાય છે. જેમ પ્રકાશ થતાં અંધકાર સત્વર વિલીન થાય છે અને વસ્તુ જેમ છે તેમ દેખાતાં જ સર્વ ભ્રમ ભાંગી જાય છે, ભય ટળી જાય છે; તેમ જ્ઞાન થતાં અજ્ઞાન નાશ પામે છે, પોતાના મૂળ સ્વરૂપનું દર્શન થતાં દેહ અને રાગ સાથેની એકતા ટળી જાય છે. કર્મકૃત અવસ્થાઓથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનસ્વભાવના ભાનપૂર્વક સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ તે મોક્ષમાર્ગ છે અને અખંડપણે સ્વરૂપમાં ઠરવું તે મોક્ષ છે. આમ, આ ગાથામાં વિભાવપરિણમન અને સ્વભાવપરિણમનને સમર્થ દૃષ્ટાંત દ્વારા સમજાવી, ભેદજ્ઞાનની પ્રક્રિયા દ્વારા સહજ સ્વરૂપમાં સ્થિતિ થવારૂપ મોક્ષનો અવિરોધ ઉપાય સંક્ષેપમાં બતાવ્યો છે. પછીની ત્રણ ગાથાઓ (૯૯-૧૦૧)માં આ વિષયનો વિસ્તાર કર્યો છે.
- આત્મહિત ઇચ્છનારાઓએ આત્મભાવોની બરાબર ઓળખ કરવી જોઈએ. વિશેષાર્થ
' ઉપશમાદિ પાંચ પ્રકારના ભાવો દ્વારા આત્મવસ્તુને યથાર્થપણે સમજી શકાય છે. ૧ આત્માનું સહજ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ કેવું છે? આત્મવિમુખ પરિણતિરૂપ જીવની અપરાધી દશા કેવી છે? અપરાધ ટાળવા આત્માભિમુખ બની મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરવાથી જીવને કેવી કેવી દશાઓ પ્રગટે છે? આ બધાનું જ્ઞાન આત્માના પાંચ ભાવો સમજવાથી થાય છે. આ પાંચ ભાવોને સંક્ષેપમાં વિચારીએ – (૧) પારિણામિક ભાવ – આત્માનો સહજ સ્વભાવ. ઉત્પાદવ્યયનિરપેક્ષ, ધ્રુવ, એકરૂપ રહેવાવાળો ભાવ તે પારિણામિક ભાવ છે. (૨) ઔદયિક ભાવ - પુરુષાર્થની નબળાઈના કારણે કર્મોના ઉદયકાળે આત્મામાં વિભાવરૂપ પરિણમન થવું તે ઔદયિક ભાવ છે, અર્થાત્ કર્મોદયના નિમિત્તે જે વિકારભાવ આત્મા કરે છે તે ઔદયિક ભાવ છે. આ વ્યાખ્યા આત્માની મુખ્યતાએ કરવામાં આવી છે. કર્મની મુખ્યતાએ આ પ્રમાણે કરી શકાય - કર્મોના ઉદયથી થતા ૧- આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૨, સૂત્ર ૧
'औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org