SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૮ ૨ ૧૫ ભાવો ઔદયિક ભાવ કહેવાય છે. (૩) પથમિક ભાવ – આત્માના સ્વસમ્મુખ પુરુષાર્થરૂપ શુદ્ધ પરિણામથી જીવની અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત્ તેના દબાઈ જવારૂપ ઉપશામક ભાવ હોય છે તેને ઔપથમિક ભાવ કહેવાય છે. કર્મોની મુખ્યતાએ આ પ્રમાણે સમજાવી શકાય - કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતા ભાવો ઔપથમિક ભાવ કહેવાય છે. ઉપશમ એટલે કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો સર્વથા અભાવ. જેમ ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી કચરો નીચે શમી જતાં જળ નિર્મળ દેખાય છે, તેમ કર્મોનો ઉપશમ થવાથી આત્મા નિર્મળ બને છે. કચરાવાળા નિર્મળ પાણીમાં કચરાનો સર્વથા અભાવ નથી થયો, કિંતુ કચરો નીચે બેસી ગયો છે, તેથી પાણી નિર્મળ દેખાય છે; પણ પાણીને હલાવવાથી પુનઃ પાણી ડહોળું બની જાય છે. એ પ્રમાણે કર્મોના ઉપશમમાં કર્મોનો સર્વથા અભાવ નથી થતો, કિંતુ થોડા સમય માટે તેનો ઉદય સ્થગિત થઈ જાય છે. તત્પશ્ચાત્ પુનઃ કર્મોનો ઉદય શરૂ થવાથી તે નિર્મળતા રહેતી નથી. (૪) ક્ષાયિક ભાવ – આત્માના સ્વસમ્મુખ પુરુષાર્થ વડે કોઈ ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સર્વથા ક્ષય થવો, અર્થાત્ પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી તે ક્ષાયિક ભાવ છે. કર્મોની મુખ્યતાએ આ પ્રમાણે સમજાવી શકાય - કર્મોના ક્ષયથી પ્રગટ થતા ભાવો સાયિક ભાવ કહેવાય છે. ક્ષય એટલે કર્મોનો સર્વથા નાશ. જેમ જળમાંથી કચરો નીકળી જતાં જળ નિર્મળ બને છે, તેમ આત્મામાં રહેલાં કર્મોનો સર્વથા ક્ષય થતાં આત્મા નિર્મળ બને છે. કર્મોના ઉપશમથી પ્રગટ થતી નિર્મળતા ક્ષણિક છે, જ્યારે ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા સદાકાળ રહે છે. કર્મોના ક્ષયથી પ્રગટ થતી નિર્મળતા અનંત કાળ સુધી રહે છે. (૫) ક્ષાયોપથમિક ભાવ – આત્માના ગુણની અવસ્થામાં આંશિક શુદ્ધતા અથવા ઉઘાડ હોય તેને ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. આત્માનાં જ્ઞાન, દર્શન, વીર્ય વગેરેના આંશિક વિકાસ તથા આંશિક અવિકાસને જ્ઞાન, દર્શન, વીર્ય વગેરેનો ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. કર્મની મુખ્યતાએ આ પ્રમાણે સમજાવી શકાય - ઉપશમ અને ક્ષય એ બન્નેના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. ક્ષયોપશમ એટલે અમુક ભાગનાં કર્મોનો ઉપશમ અને અમુક ભાગનાં કર્મોનો ક્ષય, અર્થાત્ અધિક રસવાળાં કર્મોના ઉદયના અભાવરૂપ ઉપશમ અને અલ્પ રસવાળાં કર્મોનો ઉદય દ્વારા ક્ષય તે ક્ષયોપશમ આ ક્ષયોપશમથી જે ભાવો પ્રગટ થાય તે ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. જેમ કોદ્રવને પાણીથી ધોવાથી અમુક અંશે મદશક્તિ નાશ પામે છે અને અમુક અંશે રહે છે, તેથી કોદ્રવમાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે; તેમ ક્ષાયોપથમિક ભાવથી આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનું મિશ્રણ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy