________________
ગાથા - ૯૮
ગાથા ૯૭માં શ્રીગુરુએ શિષ્યને કહ્યું કે જેમ પાંચે પદોના સમાધાનથી તારા ભૂમિકા
આત્મામાં તે પદોની શ્રદ્ધા થઈ, એવી રીતે મોક્ષના ઉપાયની શ્રદ્ધા પણ તને સહેલાઈથી થશે. આમ, મોક્ષનો ઉપાય સમજવાની તીવ્ર ઉત્કંઠાવાળા સુશિષ્યને ઉત્સાહિત કરી, હવે શ્રીગુરુ મોક્ષના ઉપાય સંબંધી તેની શંકાના સમર્થનમાં તેણે કરેલી દલીલોનું એક પછી એક સચોટ અને હૃદયસ્પર્શી સમાધાન કરે છે.
ગાથા ૯૨માં શિષ્ય એવી દલીલ કરી હતી કે “હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?', અર્થાત્ કદાપિ મોક્ષ હોય તો પણ તેનો વિરોધ ઉપાય જણાતો નથી અને વળી, કર્મો પણ અનંત કાળનાં છે, તો તે આ અલ્પ આયુમાં શી રીતે છેદી શકાય તે સમજાતું નથી. આ દલીલનું સાંગોપાંગ સમાધાન શ્રીગુરુએ ગાથા ૯૮ થી ૧૦૪ સુધીમાં કર્યું છે. તેમાં ગાથા ૯૮ થી ૧૦૧ સુધીમાં પરમાર્થ મોક્ષમાર્ગનું સંક્ષિપ્ત કથન કરી, ગાથા ૯૨ની પ્રથમ પંક્તિનું સમાધાન આપ્યું છે અને ગાથા ૧૦૨ થી ૧૦૪ સુધીમાં કર્મછેદનનો ઉપાય બતાવી, ગાથા ૯રની દ્વિતીય પંક્તિનું સમાધાન આપ્યું છે
મોક્ષના અવિરોધ ઉપાય સંબંધી સંશયના સમાધાનનું ઉદ્ઘાટન કરતી પ્રથમ ગાથામાં સંપૂર્ણ મોક્ષમાર્ગનું દર્શન કરાવતાં શ્રીગુરુ કહે છે –
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; ગાથા
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) ત કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના
સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. (૯૮)
= અનાદિ કાળથી જીવને પોતાના સ્વરૂપ વિષે ભાંતિ છે અને તેથી પોતાના ભાવાર્થ
1 શુદ્ધ, ચિદાનંદ, અકષાયી, નિર્મળ સ્વરૂપને ભૂલી જઈ કર્મના ઉદયે પ્રાપ્ત થતી અવસ્થાને પોતાનું સ્વરૂપ માને છે. કર્મના ઉદયે પ્રવર્તતી સ્થિતિને પોતાનું સ્વરૂપ માનવું એ કર્મભાવ છે. કર્મકૃત અવસ્થાઓમાં “હું” અને “મારાપણાનો ભ્રમ એ જ. અજ્ઞાન છે અને ‘દેહાદિ સંયોગો તથા રાગાદિ વિકારોથી હું ભિન્ન છું' એવું ભાન એ
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org