________________
ગાથા-૯૫
૧૮૧
અધ્યયનાદિ નથી કરતો, પરંતુ પોતાના આત્મવિકાસ માટે કરે છે. તે બૌદ્ધિક વિકાસને જરૂરી તો ગણે છે, પણ એને સર્વોપરી નથી માનતો, કારણ કે તેને સમજાયું છે કે
જ્યાં સુધી આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો નથી, ત્યાં સુધી જીવનનું જે પરમ સાધ્ય છે તે ઉપલબ્ધ થતું નથી; તેની ઝાંખી પણ પ્રાપ્ત થઈ શકતી નથી. બૌદ્ધિક વિકાસનો સંબંધ મગજ સાથે છે. કર્મશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે તો બૌદ્ધિકતાનો વિકાસ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ જેટલું ખસે તેટલી બૌદ્ધિક ક્ષમતા વિકસે છે. આધ્યાત્મિક ચેતનાના વિકાસનો સંબંધ મોહના વિલય સાથે છે. કર્મશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે તો મોહનીય કર્મ જ્યારે ઉપશાંત થાય છે અથવા ક્ષીણ થાય છે ત્યારે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. બુદ્ધિનો વિકાસ થવો એ અનુચિત કાર્ય નથી. તે વિકાસનો ઉપયોગ આધ્યાત્મિક વિકાસ અર્થે કરવામાં આવે તો તે આધ્યાત્મિક વિકાસમાં સહાયકારી બની શકે છે. પરંતુ માત્ર બૌદ્ધિક વિકાસને જ પોતાનો વિકાસ માનવો અથવા તે બૌદ્ધિક વિકાસને જ સર્વોપરી માનવો તે ખોટું છે. કેટલાક માત્ર બૌદ્ધિક વિકાસની ચિંતા કરે છે અને બુદ્ધિને વિકસાવવાનો પુરુષાર્થ કરે છે. તેઓ બુદ્ધિનો વિકાસ તો પુષ્કળ કરે છે, પરંતુ પોતાની આધ્યાત્મિક ચેતનાનો વિકાસ સાધવાનું લક્ષ્ય ન હોવાથી તેઓ નિજહિત સાધી શકતા નથી. આત્માર્થે પ્રયાસ કરતા ન હોવાથી તેમની સર્વ વિદ્વત્તા આડંબરમાં પરિણત થઈ જાય છે. આવા વિદ્વાનો ઘણું બાહ્ય જ્ઞાન ધરાવતા હોવા છતાં અને વિદ્યાદિમાં ખૂબ પારંગત હોવા છતાં પણ અશાંત અને દુઃખી જ રહે છે. શ્રીમદ્ પ્રકાશે છે –
સાચી વિદ્વત્તા છે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મત્વ સમજાય, પમાય.’૧
આત્માર્થનો લક્ષ ન હોય તો બૌદ્ધિક સ્તરની મહાન વિદ્વત્તા હાંસિલ કરવા છતાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ નથી થઈ શકતો. જીવમાં સુપાત્રતા પ્રગટે છે ત્યારે જ તેનામાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થાય છે. વૈરાગ્યાદિ ગુણો દ્વારા ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિ થઈ હોય તો જ તેની જ્ઞાનપ્રવૃત્તિ સાર્થક થાય છે. તત્ત્વનિર્ણય કરવામાં માત્ર કોરો તર્ક અસમર્થ છે. એકલા તર્કથી કોઈ વાતના તંતુનો અંત આવી શકતો નથી. ચિત્તશુદ્ધિ વિનાનું એકલું તર્કકૌશલ્ય તત્ત્વનિર્ણયમાં વિફળ રહે છે, એટલું જ નહીં તે મિથ્યા અભિમાનને પણ પોષે છે. પાંડિત્ય અર્થે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો ૧- શ્રીમદ્ રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૭૦ (ઉપદેશનોંધ-૨૦) ૨- જુઓ : (૧) આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૪૭
'न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org