SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન હોય તો લાયકાત તરીકે બુદ્ધિની કુશાગ્રતા અને તર્કની નિપુણતા. પૂરતી ગણાય, પરંતુ આત્માના વિકાસ અર્થે કે મોક્ષ માટે જ્ઞાનપ્રવૃત્તિ કરવી હોય ત્યારે કુશાગ્ર બુદ્ધિ અને તર્કકૌશલ્ય ઉપરાંત બીજી યોગ્યતાઓ પણ અપેક્ષિત છે. જૈન શાસ્ત્રો અનુસાર આધ્યાત્મિક ક્ષેત્રે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થાયુક્ત તત્ત્વચર્ચા કે તત્ત્વઅધ્યયન જ ઉપયોગી મનાય છે તથા વેદાંત ગ્રંથ અનુસાર સાધનચતુષ્ટય એટલે કે વિવેક, વૈરાગ્ય, ષટ્સપત્તિ (શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન) અને મુમુક્ષુતા આવશ્યક મનાય છે. આવી પાત્રતા પ્રગટી ન હોય તો માર્ગની સૂઝ પડતી નથી, ચિત્ત વિક્ષુબ્ધ રહે છે અને સ્વચ્છેદ-શિથિલતાદિ દોષોને ઉત્તેજન મળે છે. જ્યાં સુધી સંસારી પ્રસંગો અને પ્રકારોમાં જીવને વહાલપ લાગતી હોય, તીવ્રવિષયાસક્તિ વર્તતી હોય, આરંભ-પરિગ્રહનું અલ્પત્વ થયું ન હોય, ત્યાં સુધી તેને જ્ઞાની પુરુષોનો આશય પકડાતો નથી. માટે જીવે તત્ત્વનિર્ણય કરવાની પાત્રતા કેળવવા પ્રથમ અસદ્વૃત્તિઓનો નિરોધ અવશ્ય કરવા યોગ્ય છે. તે નિરોધ અર્થે દૃઢતાથી અને પ્રમાદરહિતપણે વૈરાગ્ય-ઉપશમનું બળ વધારવાનો પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે. વૈરાગ્ય-ઉપશમ પ્રગટતાં જીવમાં જ્ઞાનીપુરુષોનો બોધ ઝીલવાની પાત્રતા પ્રગટે છે. તેને તત્ત્વનિર્ણય કરવાની આંતરિક રુચિ તથા જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને તે ઉત્સાહપૂર્વક મોક્ષપ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. તે તત્ત્વ સંબંધી જ્ઞાનીપુરુષોએ કરેલા નિર્ણયનું રહસ્ય સમજવા સમર્થ બને છે. આમ, વૈરાગ્ય અને ઉપશમની ભૂમિકા આવ્યા પછી જ યથાર્થ પરિણમન શક્ય બને છે. માટે જીવે વૈરાગ્ય-ઉપશમનાં ધારણ-પોષણ દ્વારા પોતાની પાત્રતા કેળવવાનો પ્રયત્ન કરવો શ્રેયસ્કર છે. પાત્રતા વિનાનો શાસ્ત્રાભ્યાસ કેટલીક વાર બાધક અને ઘાતક પણ નીવડે છે. કોરી શાસ્ત્રચર્ચા સંસારવૃદ્ધિમાં પરિણમે એ પણ સંભવિત છે. આત્મલક્ષના અભાવમાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત, ‘ધાત્રિશત કાત્રિશિકા', દ્વાર ૨૩, શ્લોક ૧૩ शीलवान योगवानत्र श्रद्धावांस्तत्त्वविद्भवेत् ।' સરખાવો : ‘શ્રીમદ્ ભગવદ્ગીતા', અધ્યાય ૪, શ્લોક ૩૯ 'श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।' ૨- જુઓ : (૧) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મોપનિષદ્', શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૭૨ ‘પુત્રવારીરિ-સંસાર , ઘનિનાં મૂહ-વેતસામ્ પષ્ટતાનાં તું સંસાર, શાસ્ત્રમથ્યાત્મવતમ્ !' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૧, શ્લોક ૨૩ 'धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पांडित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy