________________
ગાથા-૯૧
૧૩૧
જ્ઞાનાદિ ગુણોથી અભિન્ન છે, તેથી જ્ઞાનાદિ ગુણોનો નાશ માનવો તે આત્માનો - ગુણીનો જ નાશ માનવા બરાબર છે. જો ગુણોનો જ નાશ થઈ જાય તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય અને દ્રવ્યનો નાશ થવાથી શૂન્યતાનો પ્રસંગ આવે. તેથી એમ માનવું ઘટે છે કે ગુણોના સમૂહરૂપ એવું દ્રવ્ય સદા ટંકોત્કીર્ણવતું રહે છે. આત્મા મુક્ત થાય છે ત્યારે પણ ગુણોનો નાશ થતો નથી.
ન્યાય-વૈશેષિક દર્શન મુક્ત આત્માને જ્ઞાન, સુખાદિ રહિત જડવત્ માને છે; પરંતુ તેનો આ સિદ્ધાંત અયથાર્થ છે, કારણ કે તેના મત અનુસાર તો મુક્તિનો અર્થ છે - સ્વરૂપનો નાશ થવો. સંસારમાં પ્રાણીઓ સંસારનાં દુઃખોથી છૂટીને સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે જ મુક્તિને ઇચ્છે છે. જો મુક્તિમાં પોતાના સ્વરૂપને ગુમાવીને પથ્થર સમાન બની જવાનું હોય તો એવી મુક્તિને કોણ ઇચ્છશે? મુક્તાવસ્થામાં જો આત્મા સુખસંવેદનથી રહિત થઈ જતો હોય તો એની અને જડ પથ્થરની વચ્ચે કોઈ તફાવત નહીં રહે. તેથી મોક્ષનો આ ખ્યાલ ઉત્સાહવર્ધક નથી.
ન્યાય-વૈશેષિક દર્શનનો મોક્ષ સંબંધી મત સંતોષપ્રદ નથી. નૈયાયિકો-વૈશેષિકો મોક્ષમાં જ્ઞાનનો જ ઉચ્છેદ કહે છે, તેમાં તેઓ સ્કૂલના કરે છે. મોક્ષમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો ઉચ્છેદ હોય છે, પણ આત્મસ્વભાવભૂત અતીન્દ્રિય જ્ઞાનનો ઉચ્છેદ અસંભવિત છે, તેથી તેમનો અભિપ્રાય બરાબર નથી. મુક્તિમાં ઇન્દ્રિય વડે તેમજ કર્મના ક્ષયોપશમથી થવાવાળાં જ્ઞાન, સુખ આદિની જ નિવૃત્તિ થાય છે; કાંઈ કર્મોના ક્ષયથી થવાવાળાં અતીન્દ્રિય જ્ઞાન, સુખ આદિની નિવૃત્તિ થતી નથી. ઇન્દ્રિયોથી થતું જ્ઞાન કે વિષયોથી મળતું સુખ મુક્તાત્માને ન હોય એમ માનવા સામે કોઈ જ વિરોધ આવતો નથી. મુક્તિમાં જ્ઞાન આદિ ગુણોનો નાશ થતો નથી, ઊલટું અનંત જ્ઞાન આદિની પ્રાપ્તિનું નામ જ મોક્ષ છે.
જ્ઞાનનો અન્વય-વ્યતિરેક આત્મા સાથે છે, ઇન્દ્રિયો સાથે નથી. માટે ઇન્દ્રિયો હોય તો જ જ્ઞાન થાય અને મુક્તાત્માને ઇન્દ્રિયો નથી માટે તેમને જ્ઞાનનો અભાવ છે એમ માની ન શકાય. ઇન્દ્રિયાદિ કરણોથી ભિન્ન એવો આત્મા જ જ્ઞાન કરે છે. જેમ ઘરની બારીમાંથી દેવદત્ત જુએ છે, તેમ અજ્ઞાની આત્મા ઇન્દ્રિયોરૂપી બારીમાંથી જ્ઞાન કરે છે. પરંતુ જો ઘરનો ધ્વંસ થઈ જાય તો દેવદત્તના જ્ઞાનનો વિસ્તાર વધી જાય છે, તેમ આત્મા ઉપર રહેલાં આવરણોનો નાશ થવાથી ઇન્દ્રિયો વિના જ મુક્ત આત્મા નિબંધપણે સમસ્ત વસ્તુઓનું જ્ઞાન કરવા સમર્થ બને છે. જેમ પ્રકાશમાન એવા દીપકને છિદ્રવાળા આવરણથી ઢાંક્યો હોય તો, પોતાનો પ્રકાશ તે છિદ્રો દ્વારા ફેલાવતો હોવાથી તે કિંચિત્માત્ર પ્રકાશ ફેલાવી શકે છે; તેમ પ્રકાશ સ્વરૂપ આત્મા ઉપર પણ આવરણો ક્ષયોપશમ સ્વરૂપે હોવાથી ઇન્દ્રિયછિદ્રો દ્વારા તે પોતાનો બહુ જ થોડો પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org