________________
૧૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દલીલકર્તા ભૂલ કરે છે. સકલ કર્મનો ક્ષય એ સિદ્ધ ભગવંતના સુખનું કારણ છે, એટલે કારણનો અભાવ છે એમ તો કહી શકાય જ નહીં. જીવમાં સકલ કર્મનો ક્ષય થવાથી તે જેમ સિદ્ધત્વ પરિણામને પામે છે, તે જ પ્રમાણે સંસારમાં અનુપલબ્ધ એવું અને વિષયજન્ય સુખથી વિલક્ષણ એવું નિરુપમ સુખ પણ તેઓ સકલ કર્મના ક્ષયના કારણે પામે છે. આ પ્રમાણે પુણ્યકર્મ ન હોવા છતાં મુક્ત જીવ સુખી છે.
અત્રે કોઈ એમ દલીલ કરે કે બીજી રીતે પણ મુક્તાત્મામાં સુખ-દુઃખનો અભાવ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે - દેહ જ સુખ કે દુઃખની ઉપલબ્ધિનો આધાર છે અને મુક્તને તો દેહ કે ઇન્દ્રિયો કશું જ હોતું નથી, તેથી તેમાં પણ આકાશની જેમ સુખ કે દુઃખ ન હોવાં જોઈએ. દેહ વિના સુખની ઉપલબ્ધિ થતી નથી, દેહ એ જ સુખનો આધાર છે અને સિદ્ધને દેહ તો છે નહીં, તેથી સુખનો અનુભવ તેને થઈ શકે નહીં. સિદ્ધને શરીર-ઇન્દ્રિયો નહીં હોવાથી સુખ પણ નથી. સુખનો અનુભવ કરવા માટે જે શરીર, ઇન્દ્રિયો આદિ સાધન હતાં, તે હવે મોક્ષમાં - અશરીરી અવસ્થામાં રહ્યાં નથી; તો પછી સિદ્ધને અનંત સુખ કઈ રીતે હોઈ શકે? શરીર, ઇન્દ્રિયો વિના મુક્તાત્માને સુખ કેવી રીતે સંભવે? અને તે પણ અનંત સુખ તો કેવી રીતે સંભવી જ શકે?
આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે. ઉપર્યુક્ત ચર્ચા ઉપરથી એ સિદ્ધ થઈ ગયું છે કે લોકરૂઢિથી જે પુણ્યના ફળને શાતા - સુખ સમજવામાં આવે છે તે વસ્તુતઃ દુઃખ જ છે અને પાપનું ફળ તો અશાતા - દુઃખ છે જ; એટલે શરીર-ઇન્દ્રિયોથી જેની ઉપલબ્ધિ થાય છે તે તો કેવળ દુઃખ જ છે. આ દુઃખ સંસારનો અભાવ થયા પછી હોતું નથી, એટલે ખરું સુખ તો એકમાત્ર સિદ્ધ ભગવંતને જ હોય છે. આના ઉપરથી એમ ફલિત થાય છે કે શરીર-ઇન્દ્રિય વગેરે સાધનોથી જેની ઉપલબ્ધિ થાય છે તે માત્ર દુઃખ જ છે.
જે લોકો સંસારાભિનંદી છે, મોહમૂઢ છે, તેઓ પરમાર્થ સમજી શકતા નથી અને તેથી વિષયજન્ય સુખ, જે તેમને શરીર-ઇન્દ્રિય વડે ઉપલબ્ધ થાય છે, તેને જ તેઓ સુખ માને છે. પરંતુ સાચું સુખ તો આત્મામાં રહ્યું છે. આનંદ અંતરમાં છે અને તેનો અનુભવ કરવા માટે, સાંસારિક સુખની જેમ શરીર આદિની અપેક્ષા હોતી જ નથી. ઇચ્છાના અભાવથી સન્મુખ પ્રાપ્ત થાય છે અને તેના માટે શરીરાદિ કોઈ બાહ્ય સામગ્રીની અપેક્ષા રહેતી નથી. ઇન્દ્રિયોનાં સહાય વિના જ આ સુખ મળી શકે છે. એક ક્ષણ માટે પણ જીવ જો રાગ-દ્વેષરહિત થઈ આત્મામાં લીન થાય તો આ વાત પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધ થાય છે.
મુક્તાત્માને પોતાના સ્વરૂપનું અકૃત્રિમ અને સ્વાભાવિક સુખ હોય છે. તેમને ઇન્દ્રિયથી ભિન્ન અલૌકિક સુખ વિદ્યમાન હોય છે. તેમનું સુખ ઇન્દ્રિયજન્ય નથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org