________________
૧૨૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જનિત હોવાથી પરમાર્થથી દુઃખ જ છે. તે આભાસી સુખ દુઃખના પ્રતિકારરૂપ હોવા છતાં મૂઢ જીવો તેને સુખરૂપ માને છે.'
વિષયસુખ દુઃખના પ્રતિકારરૂપ હોવાથી દુઃખરૂપ હોવા છતાં પણ ઉપચારથી સુખરૂપ કહેવાય છે. હકીકતમાં તો તે સુખ નથી, સુખાભાસ છે, માત્ર ઉપચારથી તેને સુખ કહેવાય છે. સુખ ન હોવા છતાં પણ ઉપચારથી તેને સુખ કહેવાય છે અને સુખનો ઉપચાર પણ તો જ ઘટી શકે, જો ક્યાંક સાચા સુખનું અસ્તિત્વ હોય. એટલે મુક્ત જીવના સુખને પારમાર્થિક - સાચું સુખ માનવું જોઈએ અને વિષયજન્ય સુખને ઔપચારિક સુખ માનવું જોઈએ. ઉપચારરહિત સત્ય સુખ એકમાત્ર મોક્ષમાં જ છે. મોક્ષમાં મુક્તાત્માનું સુખ સર્વ દુઃખના ક્ષયથી ઉત્પન્ન થયેલું સુખ છે. મુક્તાત્માના સુખની ઉત્પત્તિ સર્વ દુઃખના ક્ષયના કારણે થતી હોવાથી તે સુખ સ્વાભાવિક છે, અર્થાત્ એ સુખની ઉત્પત્તિ બાહ્ય વસ્તુના સંસર્ગથી નિરપેક્ષ છે, તેથી માત્ર વ્યાધિના પ્રતિકારરૂપે ઉત્પન્ન થનાર સંસારનાં સુખની જેમ મુક્તાત્માનું સુખ નિષ્પતિકારરૂપે ઉત્પન્ન થાય છે, માટે તે મુખ્ય - સાચું સુખ છે અને સાંસારિક સુખ જે પ્રતિકારરૂપ છે, તે ઔપચારિક સુખ છે; અર્થાત્ વસ્તુતઃ તે દુઃખ જ છે.
વૈષયિક સુખ ક્ષણિક છે. પુદ્ગલપદાર્થના આધારે મળતું સુખ નાશવંત છે, કૃત્રિમ છે, કર્મ બંધાવનાર છે. સુખસામગ્રી, ઐશ્વર્ય, ભોગવિલાસ પુણ્યજન્ય હોવાથી તે સર્વ આત્માને તો બંધનરૂપ જ છે. સાંસારિક સુખ, પૌગલિક સુખ પુષ્યજન્ય હોવા છતાં પણ દુ:ખદાયક છે, કારણ કે તે દુ:ખ-દુર્ગતિના કારણરૂપ છે. સાંસારિક સુખ પણ દુઃખ જ છે એ દર્શાવતાં પંડિત રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે લોકમાં જેની દુઃખના નામથી પ્રસિદ્ધિ છે, તે તો દુઃખ છે જ. એ વાત તો નક્કી થઈ જ ગયેલી છે. તે બાબતમાં વિશેષ તો કહેવાનું જ શું હોય? પરંતુ લોકમાં જે સુખના નામથી પ્રસિદ્ધ છે, તે પણ વાસ્તવમાં દુઃખ જ છે. તે દુ:ખ પણ કોઈ કોઈ વાર થનારું નહીં પણ નિરંતર છે. તે ઇન્દ્રિય સંબંધી વિષયોમાં આ જીવને તીવ્ર લાલસારૂપી રોગ લાગેલો છે, તેથી જ તેને તે દુઃખ સદા ટકી રહે છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૬૩
“સર્વપુષ્પર્ટ ટુ સર્વ શ્રેષ્મદ્રવૃતત્વતઃ |
तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ।।' ૨- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૨૫૩, ૨૫૪
'यदुखं लौकिकी रूढिस्तत्र का कथा । यत्सुखं लौकिकी रूढिनिर्णीतस्तत्सुखं दुःखमर्थतः ।। कादाचित्कं न तद्दःखं प्रत्युताच्छिन्नधारया । सन्निकर्षेषु तेषूच्चैस्तृष्णातङ्कस्य दर्शनात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org