________________
ગાથા-૯૧
૧ ૨૧
દૂર કરવા પ્રયત્ન કરે છે, તો એ બેમાં સુખી કોણ? જો ખંજવાળવાથી વાસ્તવિક સુખ ઉત્પન થતું હોય તો જે નથી ખંજવાળતો તે દુઃખી હોવો જોઈએ, પણ વાસ્તવમાં તેમ નથી. નીરોગી માણસ સુખી છે, જ્યારે ખુજલીવાળો દુઃખી, ખુજલીવાળાને ખંજવાળવાથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક સુખ નથી, કિંતુ અરતિનો પ્રતિકાર હોવાથી, તેમજ દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરવામાં આવતો હોવાથી તે ઔપચારિક સુખ છે. વળી, તે માણસને શરીર ખંજવાળતાં જે અનુભવ થાય છે તે વસ્તુતઃ સુખ નથી, પણ સુખાભાસ છે. ખંજવાળવાથી તો ખંજવાળ વધે જ છે એ સૌનો અનુભવ છે, એટલે જેના પરિણામમાં દુઃખ હોય તે સુખ નહીં પણ દુઃખ જ છે.'
તે જ પ્રમાણે એક અશક્ત માણસ પુષ્ટ થવા ચ્યવનપ્રાશ, કેશરિયા દૂધ આદિ વાપરીને સુખ મેળવે છે, જ્યારે એક માણસ અત્યંત નીરોગી હોવાથી કુદરતી રીતે જ હૃષ્ટપુષ્ટ છે, તેથી ચાલુ ખોરાક વાપરે છે. આ બેમાં સુખી કોણ? અહીં અશક્ત માણસને નવું સુખ મળે છે કે દુઃખ દૂર થાય છે? વાસ્તવમાં તેને નવું સુખ મળતું નથી, પણ નબળાઈનું ઉપાધિજન્ય દુઃખ દૂર થાય છે. એ જ પ્રમાણે વિષયસુખનાં શબ્દાદિ સાધનો વડે વિષયભોગની ઉત્સુકતાથી ઉત્પન્ન થયેલું અરતિરૂપ દુઃખ દૂર થાય છે, તેથી તેમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે. આથી શબ્દાદિથી ઉત્પન્ન થતું સુખ એ ઔપચારિક સુખ છે, વાસ્તવમાં તો એ દુ:ખરૂપ જ છે.
જેમ વિષમિશ્રિત દૂધપાક મીઠાશનો અને સુધાશમનનો ક્ષણિક આનંદ આપતો હોવા છતાં મૃત્યુરૂપી મોટા દુઃખનું મૂળ હોવાથી સુખરૂપ નથી, તેમ વિષયસુખ વ્યાધિથી ઉત્પન્ન થયેલાં દુઃખના પ્રતિકારરૂપ છે માટે સુખરૂપ નથી. ભૂખનું દુ:ખ ઊભું થયું હોય તો જ ભોજન મીઠું લાગે છે, તૃષાથી હોઠ સુકાતા હોય ત્યારે જ પાણી પીવું ગમે છે, હૃદય કામાગ્નિથી સંતપ્ત થયું હોય ત્યારે જ મૈથુનસેવનની ઇચ્છા જાગે છે; આ બધું જણાવે છે કે ખાવા-પીવા આદિનાં સુખ તે વ્યાધિના પ્રતિકારરૂપે છે અને વ્યાધિના પ્રતિકારરૂપ ઔષધને સુખ માનવું એ તો ભ્રમ જ છે.
વિષયજન્ય સુખ એ દુઃખ જ છે, કારણ કે તે દુઃખના પ્રતિકારરૂપ છે. જે જે દુઃખના પ્રતિકારરૂપ હોય છે, તે તે કુષ્ઠાદિ રોગના પ્રતિકારરૂપ એવી ક્વાથપાનાદિ ચિકિત્સાની જેમ દુઃખરૂપ જ હોય છે. માટે પુણ્યના ફળને તત્ત્વતઃ દુઃખ જ માનવું જોઈએ. પુણ્યનું ફળ દુઃખરૂપ જ છે. પુણ્યકર્મના ઉદયના કારણે મળતાં વૈષયિક - ભૌતિક સુખો વસ્તુતઃ તો દુઃખ જ છે. પુણ્યથી પ્રાપ્ત થતું સર્વ પ્રકારનું સુખ કર્મોદય૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૭, સૂત્ર ૧૦ની ટીકા 'न तत्सुखम् ; वेदनाप्रतीकारत्वात्कच्छूकण्डूयनवत ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org